પંચમહાલના પરીક્ષા કેન્દ્રોના વિસ્તારોમાં કલમ 144 જાહેર.

28 માર્ચથી 12 એપ્રિલ સુધી થનાર બોર્ડ પરીક્ષા માટે જાહેરનામુ. રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં તા. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન એસ.એસ. સી. અને એચ. એસ. સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના 9થી સાંજનાં 7 દરમિયાન આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય […]

Continue Reading

વીજ બિલ નહી ભરનાર ખેડૂતોના ટ્રાન્સફોર્મર વિજ વિભાગે ઉતાર્યા.

રાજુલા તાલુકામાં ખેતીવાડીમાં વીજબિલ નહી ભરનાર ખેડૂતોના વીજ તંત્રએ ટ્રાન્સફાેર્મર ઉતારી લેવાયા હતા. અહી વિસળીયા અને નેસડીના ખેડૂતો લાંબા સમયથી વીજ બિલ નહી ભરપાઈ કરતા તેમની સામે કાર્યવાહી કરાઈ હતી. વીજવિભાગના ડી.જી. વનરાએ જણાવ્યું હતું કે માર્ચ મહિનો પૂર્ણ થવા આવ્યો છે. છતાં પણ કેટલાક ખેડૂતોએ હજુ ખેતીવાડીનું વીજબિલ ભરપાઈ કર્યું નથી. અનેક વખત વીજબિલ […]

Continue Reading

વડોદરા એરપોર્ટ પરથી ચેન્નાઇ માટેની નવી ફ્લાઇટનો પ્રારંભ.

કોરોનામાં બંધ થયેલી દિલ્હી-મુંબઈની ફ્લાઇટ પણ શરૂ. વડોદરાથી ચેન્નાઈ માટે રવિવારથી નવી ફ્લાઇટનો પ્રારંભ થયો છે, જ્યારે અગાઉ બંધ થયેલી દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ પણ રવિવારથી ચાલુ થઈ છે. ચેન્નાઈની ફ્લાઇટનો પ્રારંભ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા એરપોર્ટ ખાતે કેટ કાપીને કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી બાદ પ્રથમ વખત વડોદરા એરપોર્ટથી 13 ફ્લાઇટનો શિડ્યૂલ ઓપરેટ કરવામાં […]

Continue Reading

તાલાલાનાં નિવૃત શિક્ષક દંપતીએ આંબળાશ ગીરની વાંચનાલયને ૨૫૧ પુસ્તકોની ભેટ આપી.

“જ્ઞાન વહેંચો એટલું વધે”સૂત્રને સાર્થક કરનાર કે.ડી.ફાટક અને રશ્મિબેન ફાટકની પ્રેરણાદાયી કામગીરી સૌએ બિરદાવી. આંબળાશ ગીર ગામના સરપંચ માયાબેન વાછાણી તથા પંચાયત પરિવારે ફાટક પરિવારનો આભાર વ્યક્ત કર્યો. તાલાલા ગીરના નિવૃત શિક્ષક કે.ડી.ફાટક તથા રશ્મિબેન ફાટક તથા તેમના પુત્ર બોરવાવ ગીર મેડિકલ ઓફિસર ડો.સિદ્ધાર્થભાઈ ફાટકે વિવિધ પ્રકારના વૈવિધ્યપૂર્ણ ૨૫૧ પુસ્તકો આંબળાશ ગીર ગામની ગ્રામ પંચાયત […]

Continue Reading

હોટેલો, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપો સહિતના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા ફરજિયાત.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલ જાહેરનામુ અસામાજિક અને ગુનાકીય પ્રવૃતિમાં સંડોવાયેલા તત્વો દ્વારા રોકાણ માટે હોટેલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા સહિતના જાહેર સ્થળોના ઉપયોગ પર નિયંત્રણ લેવા તેમજ સઘન દેખરેખ રાખવા પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી. ચુડાસમા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર […]

Continue Reading

પંચમહાલ જિલ્લા ખાન ખનિજ વિભાગ ના અધિકારીઓ ની રહેમ નજર હેઠળ ચાલતું ગેરકાયદેસર રેતી માટી નું ખનન કૌભાંડ.

કાલોલ તાલુકાના ની ગોમાં નદી સુરેલી થી માંડી સમગ્ર કાલોલ તાલુકા માં બેફામ ચાલતું રેતી માટી નું ખનન દેલોલ પંથક માં આવેલ ગોમા નદી માં થી લોકો ની જીવા દોરી સમાન ગોમા નદી ને આ મફીઓ એ રીતે લૂંટી છે કે આવે પાણી ના સ્તર પણ રહ્યા નથી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ જે […]

Continue Reading

પહેલીવાર બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નિષ્ણાત શિક્ષકો-ટોપર્સે આપી ખાસ સલાહ.

આગામી 28મી માર્ચે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ થઇ રહી છે જેને લઈને વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષામાં ખાસ ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં વધુ મુંઝવણ હોય છે કારણકે આ વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં કેવી તકેદારી […]

Continue Reading

મસાલાના ભાવમાં વધારો થતાં રસોઇનો સ્વાદ ખોવાયો.

કોરોના બાદ હાલ રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી રહી છે. જેને લઇને પેટ્રોલ, ડીઝલ, તેલ, દૂધ, ગેસ સહિતની આવશ્યક ચિજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. એવામાં હવે રસોડાના રાજા તરીકે ઓળખતા મસાલાઓમા હિંગ, મરચા, હળદર, ધાણા સહિતના ભાવમાં 25 થી 30 […]

Continue Reading

એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટ પર દર કલાકે એક ફલાઈટ ઉડાન ભરશે.

એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટ પર હવે આજથી રોજની 11 ફલાઈટ ઉડાન ભરશે. ગત માર્ચ માસમાં રાજકોટ એરપોર્ટ પર રોજ દર એક કલાકે ફલાઈટ મળી રહેતી હતી. કોરોનાની બીજી લહેર આવતા મુસાફરો ઘટી ગયા હતા. ત્યારે રાજકોટ એરપોર્ટ પર સૌથી વધુ મેડિકલ અને ઈમરજન્સી ફ્લાઈટની અવર-જવર વધારે રહી છે. બીજી અને ત્રીજી લહેર બાદ પહેલીવાર […]

Continue Reading

ચરોતર ગેસ સહકારી મંડળીએ PNG ગેસમાં એક યુનિટે રૂ. 4નો વધારો ઝીંક્યો.

ચરોતર ગેસ સહકારી મંડળી વિઠ્ઠલ ઉદ્યોગર દ્વારા જિલ્લાના 50 ગામો ગેસ પાઇપ લાઇન દ્વારા ગેસ પુરો પાડવામાં આવે છે. હાલમાં 38 હજાર વધુ ઘરેલુ ગેસ કનેકશન ધારકો ધરાવે છે.છેલ્લા છ માસથી પેટ્રોંલ,ડીઝલ સહિત ગેસ અને અન્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.ત્યારે આણંદ જિલ્લાના પીએનજી ગેસ ધારકોને માથે પીએનજી ગેસના 1 યુનિટમાં રૂપિયા 4 […]

Continue Reading