દાહોદમાં વસંતી વાયરાઓ વચ્ચે મહેમાન બન્યા છે હજારો નીલકંઠી પોપટ

રિપોર્ટર: વિજય બચ્ચાંની,દાહોદ દાહોદમાં જાન્યુઆરી મહિનો બેસેને ફૂલગુલાબી ઠંડીનો માહોલ જામતો જાય તેમ વસંતના વધામણા કરવા જાણે પ્રકૃતિ રોજ નવા શણગાર સજવા લાગે છે. આ કુદરતના કાવ્યમાં પોતાના ગીત ઉમેરવા દાહોદમાં કેટલાંક મહેમાનોનું પણ શિયાળાનો ચાર્તુમાસ ગાળવા આગમન થાય છે. સંધ્યા સમયે કામની વ્યસતામાંથી પરવારી ઘરે જતા લોકોને પોતાના મીઠા કલબલાટથી ધ્યાન આકર્ષતા સૂડાઓ વૃક્ષોને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદની બજારમાં ખાખઠી(આંબાનો મૉર)નું આગમન..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ગત વર્ષની સરખામણીએ બજારમાં ખાખડીનું બે સપ્તાહ મોડું આગમન સાથે ઉંચા ભાવે ખાખઠીનું વેચાણ અવારનવાર વાતાવરણમાં બદલાવના કારણે આંબાઓમાં આગોતરા પાછોતરા ફાલ જોવા મળી રહયા છે સરેરાશ જાન્યુઆરીની શરૂઆતમાં આંબામાં ફલાવરીંગ એટલે કે મોર આવવાની શરૂઆત થતી હોય છે ફેબ્રુઆરીમાં મગીયો બંધાઈ ખાખઠીનું બંધારણ થાય છે ત્યારે થોડા વર્ષોથી વાતાવરણમાં અચાનક […]

Continue Reading

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિની કોર કમીટીની બેઠક યોજાઈ..

ગોધરા શહેરમાં સ્થાનિક સ્વરાજની આગામી યોજાનારી ચૂંટણીઓને લઇ ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. જેને અનુલક્ષીને ગોધરા ખાતે આવેલા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સદસ્યની ઉપસ્થિતિમાં કોર કમીટીની બેઠક મળી હતી. જેમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારના નામોને લઇ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠનના જીલ્લાના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ […]

Continue Reading

ડભોઇ: વઢવાણ વેટલેન્ડમાં બર્ડફલૂથી પક્ષીઓના મૃત્યુની કોઈ ઘટના બની નથી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ વઢવાણ વેટલેન્ડ ખાતે બર્ડફ્લૂની સામે તકેદારીના ભાગરૂપે અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન મુજબ પક્ષીઓનું સતત મોનીટરીંગ કરી સાથે ચાંપતી નજર રાખી વનવિભાગ દ્વારા કામગીરી થઇ રહી છે. જેમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂના લક્ષણો સાથે પક્ષીઓના મરણની કોઇ અસામાન્ય ઘટના બની નથી. બર્ડ ફ્લુને લઈ વઢવાણની ઉચ્ચ અધિકારીઓએ પણ મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ […]

Continue Reading

દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા ગુજરાત વન વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર ડૉ.રાજીવ ગુપ્તા સાથે ગુજરાતના તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદ થી હેલીકોપ્ટર દ્વારા કેવડીયા હેલીપેડ ખાતે આવી પહોંચતા વડોદરાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલ, નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા […]

Continue Reading

રાજપીપળા જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયની ૧૧મી સાલગીરીની ધામધૂમથી ઉજવણી કરાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા શહેરમાં જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયની 11મી સાલગીરીની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાધ્વીજી મહારાજ મયુરકલાશ્રીજી આદિ ઠાણાની નિશ્રા પ્રાપ્ત થઈ હતી.જયારે વડોદરાના સંગીતકાર અમિતભાઈએ સત્તરભેદી પૂજા ભણાવીને ભક્તાજનોને ડોલતાં કરી દીધા હતાં.દાદાની ધ્વજારોહણનો લાભ પારસમલજી ભોમરાજ જૈન પરિવારજનોએ લીધો હતો. આ પ્રસંગે ગભારામાં બિરાજમાન શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ દાદાની […]

Continue Reading

આર.એસ.એસના વડા મોહન ભાગવત અને ભૈયાજી જોશી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આર.એસ.એસના વડા મોહન ભાગવત અને ભૈયાજી જોશી નર્મદા જિલ્લાના કેવડિયાના મહેમાન બન્યા હતા તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન ખલવાણી સહિતના વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી સ્ટેચ્યુની મુલાકત લીધા બાદ તેમણે વિઝીટ બુકમાં લખ્યું હતું કે ભારત માતાના શ્રેષ્ઠ સ્વંયમ સમર્પિત વ્યક્તિવના પ્રેરક દર્શનથી ભારતની આવનારી ભવિષ્યની પેઢીના માટે શ્રદ્ધાની સાથે […]

Continue Reading

રસ્તામાં પડી ગયેલ પર્સ રોકડ રૂપિયા ૧૩૮૦૦ તથા અન્ય અસલ ડોક્યુટ સાથે માલીકને પરત કરતી રાજપીપળા પોલીસ

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કનૈયાલાલ રતીલાલ માછી રહે, ચંદ્રવિલા સોસાયટી રાજપીપળા તેઓ રાજપીપળા પો.સ્ટે આપેલ આવક અરજીમાં જણાવ્યા મુજબ પોતાના કામ અર્થે કાલાઘોડા રાજપીપલા ખાતે ગયેલ તે દરમ્યાન તેઓનું પર્સ સહિત રોકડા રૂપિયા તથા અન્ય અસલ ડોક્યુમેન્ટ સાથે ક્યાંક પડી ગયેલ હતું. જેથી સદરી અરજી બાબતે પોલીસ ઈન્સપેક્ટર આર.એ.જાદવ ની સુચનાથી એ.એસ.આઈ મનીન્દર […]

Continue Reading

ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગનું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી અટકતા સ્થાનિકોમાં રોષ..

ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગનું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી ટલ્લે ચઢતા સ્થાનિકોમાં સંબંધિત કચેરી સામે  છૂપો રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે પસાર થતા વાહનચાલકો માટે આ રસ્તો કમરતોડ સાબિત થઈ રહયો છે. ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલપંપ થી સાતપુલ વિસ્તારનો મુખ્ય માર્ગ છેલ્લા બે માસ કરતા […]

Continue Reading

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે છેલ્લા છ માસથી પશુધારાના બે ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એચ.એન.પટેલને ખાનગી બાતમી દાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલા પશુધારાના કુલ બે ગુન્હાઓમાં સંડોવાયેલો આરોપી મહેફુઝ હુસેન બદામ જે હાલમાં તેના નિવાસ સ્થાન ગેની પ્લોટ ખાતે હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે વાળી જગ્યાએ જઈ તપાસ હાથ […]

Continue Reading