ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એચ.એન.પટેલને ખાનગી બાતમી દાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલા પશુધારાના કુલ બે ગુન્હાઓમાં સંડોવાયેલો આરોપી મહેફુઝ હુસેન બદામ જે હાલમાં તેના નિવાસ સ્થાન ગેની પ્લોટ ખાતે હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે વાળી જગ્યાએ જઈ તપાસ હાથ ધરતા ઉપરોક્ત આરોપી ઝડપાઇ જવા પામ્યો હતો.જેની પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
