શહેરમાં પ્રદુષણ ઘટાડવા કોલસા-એમોનિયાના મિશ્રણથી પાવર પ્લાન્ટ ચલાવાશે.

વાયુ પ્રદુષણને અંકુશમાં લેવા માટે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને ૮૦ ટકા કોલસા અને ૨૦ ટકા એમોનિયાનો ઉપયોગ કરી ને ચલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રીતે એકવાર પાવર પ્લાન્ટ ચાલુ કર્યા પછી એમોનિયાનો વપરાશ વધારતા જઈને આખરે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને સો ટકા એમોનિયાથી ચાલતા પાવર પ્લાન્ટમાં રૂપાંતરિત કરી દેવાનું આયોજન કરવામાં આવી રહ્યું […]

Continue Reading

સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની મુદત શૈક્ષણિક વર્ષના અંત સુધી લંબાઈ.

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની મુદત સરકારે શૈક્ષણિક વર્ષ પુરુ ન થાય ત્યાં સુધી લંબાવી દીધી છે.જો કે બીજી બાજુ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે પ્રાથમિક સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષકો માટે મુદત શૈક્ષણિક વર્ષના અંત સુધી લંબાવવા માંગ કરી છે. સરકારે અગાઉ પ્રવાસી શિક્ષકોની મુદત માર્ચ અંત સુધી […]

Continue Reading

મટીરિયલ મોંઘુ થતાં મ્યુનિ. પણ કોન્ટ્રાક્ટરોને ભાવ વધારો આપશે.

રો મટીરિયના ભાવોમાં આસમાની વધારો થયો છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા આ ભાવ વધારાને કારણે તેમને પણ વધારો કરવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું હતું. રાજ્ય સરકારે પરિપત્ર કરીને આવા કોન્ટ્રાક્ટરોને આ અંગેનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. દ્વારા પણ આ પરિપત્રને અનુસંધાને કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે છેલ્લા […]

Continue Reading

પ્રમુખ સ્વામીએ જે પોળમાં દીક્ષા લીધી હતી તેનાં તમામ મકાન BAPSએ રિનોવેટ કર્યાં.

શાહપુરની આંબલી વાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા તૈયાર કરાવાયેલા મંદિરને 27 માર્ચે પુનઃ દર્શન માટે ખુલ્લું મુકાશે. મંદિરના સંતના જણાવ્યા અનુસાર આ મંદિરનું રિનોવેશન કરાયું છે. ઉપરાંત પોળનાં તમામ મકાનમાં પણ રિનોવેશન કરાયું છે.આ જ પોળમાં પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ 1930થી 1960 સુધી રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્તિ કરી હતી. આ પોળમાં […]

Continue Reading

રાજ્ય સરકારે 2019માં 197.90 કરોડના ખર્ચે વિમાન ખરીદ્યું હતું,2 વર્ષમાં મેઈન્ટેનન્સ અને ઓપરેશન ખર્ચ પેટે 19.53 કરોડ ચૂકવ્યા.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં રાજ્ય સરકારે નવું વિમાન ખરીદ્યું હતું. સરકારે આ વિમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીઆઈપી લોકો માટે 197.90 કરોડના ખર્ચે ખરીદ્યું હતું. રાજ્ય સરકારે આ વિમાન ખરીદવા માટે 26 ઓગસ્ટ 2019ના રોજ મંજુરી આપવામાં આવી હતી. આ વિમાન સરકારને 21 નવેમ્બર 2019ના રોજ મળ્યું હતું. હવે નવી સરકારના મુખ્યમંત્રી […]

Continue Reading

હજુ 24 કલાક વાદળિયું વાતાવરણ રહેશે પછી ગરમી 3 ડિગ્રી વધી શકે.

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન મ્યાનમાર સુધી પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થયું છે, જેને કારણે વાતાવરણના મધ્ય લેવલમાં સૂકા અને ભેજવાળા પવન ભેગા થતાં બુધવારે અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો હતો. જેને કારણે વરસાદી માહોલ છવાયો હતો. હજુ આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેશે. એ પછી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી 2થી 3 ડિગ્રી સુધી વધી […]

Continue Reading

વિધાનસભામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, અધ્યક્ષ ડો. નીમા બેન આચાર્ય સંબોધન કરતાં જ રડી પડ્યાં.

આજે વિધાનસભામાં ગૃહની કામગીરીની શરૂઆત પ્રશ્નોત્તરીથી થયો હતો. બંને સભ્યોમાં કોરોનાની કામગીરીને લઈને ગરમા ગરમી પણ થઈ હતી. ત્યાર બાદ આજે શહિદ દિન હોવાથી વિધાનસભામાં ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન અધ્યક્ષ આચાર્ય શ્રદ્ધાંજલિ આપતાં ભાવુક થયાં હતાં. તેઓ પોતાના સંબોધનમાં રીતસર રડી પડ્યાં હતાં. બીજી તરફ વિધાનસભા ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો […]

Continue Reading

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં કાઉન્સેલર અને કાઉન્સેલિંગ સેન્ટર શરૂ.

ધોરણ 10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી શરુ થઇ રહી છે. જેને લઈને વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અમદાવાદના 9 નિવૃત અને કાર્યરત આચાર્યોની કાઉન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને પરીક્ષા લગતા પ્રશ્નોનું નિવારણ કરશે. બોર્ડની પરીક્ષા માટે ગાંધીનગર ખાતે હેલ્પ સેન્ટર રાખવામાં આવ્યું હતું. જેના પર કોલ કરીને વિદ્યાર્થીઓ પ્રશ્ન […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન પેટે 2935 કરોડનું વળતર ચૂકવાયું.અમદાવાદ જિલ્લામાં 7,203 ચો.મી જમીન સંપાદનમાં વિલંબ.

અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1108.45 કરોડ રુપિયા જમીન સંપાદન પેટે ચૂકવાયા. અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ થવાની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં આતુરતા છે કે આ ટ્રેન શરુ ક્યારે થશે.ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર જમીન સંપાદનની કામગીરી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેના માટે કરોડો રૂપિયાની વળતરની રકમ પણ ચૂકવાઈ ગઈ છે. […]

Continue Reading

અમદાવાદમાં ગુરૂદેવ બાપજીનો 90મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો,હરિભક્તોએ 1200 બોટલનું રક્તદાન કર્યું.

કોરોનાકાળ બાદ ઉજવાયેલ ગુરૂદેવ બાપજીના 90મા પ્રાગટ્યોત્સવમાં હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હરિભક્તો ગુરુદેવના દર્શન અને આશિર્વાદ લેવા માટે આતુર હતાં. આ પ્રસંગે દેશ વિદેશના 90 હજાર જેટલા હરિભક્તો પ્રાગટ્ય પૂનમનો લાભ લેવા સ્વામિનારાયણ ધામ ખાતે પહોંચ્યા હતાં.આ અવસર નિમિત્તે પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવી સમૂહ આરતીનું દિવ્ય આયોજન થયું હતું.સ્વામીજીની […]

Continue Reading