રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
તણખલા થી કેવડિયા કોલોનીનો માર્ગ હાલ સાવ બિસ્માર થઈ પડ્યો છે. નસવાડી- તણખલા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો આ મહત્વનો માર્ગ છે. સરકારી તંત્ર દ્વારા આ માર્ગ પર ધ્યાન અપાતું નથી છેલ્લા બે વર્ષથી આ રોડ પર ઠીંગણા જ મારવા માં આવે છે.
ખબર વિસ્તારથી નસવાડી- તણખલા થી કેવડીયાકોલોની- સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો આ સીધો માર્ગ છે. હાલ તણખલા થી કેવડીયાકોલોની માત્ર પંદર કિલોમીટર નો આ માર્ગ છે. પરંતુ આ ૧૫ કિ.મી.ના માર્ગ પર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેમાં ચોમાસાનું પાણી ભરાઈ જાય છે. તણખલા થી કેવડીયા જતા બોરઉતાર ગામ પાસે આવેલ નાળુ વર્ષો જૂનું છે. જે જર્જરિત થઈ ગયું છે. તેમજ આગળ જતાં હનુમાનજી મંદિર ચિચડિયા પાસે આવેલ નાણાની સાઈડ દીવાલોનું ધોવાણ થઇ ગયેલ છે જેમાંથી માટીનું ધોવાણ થતા રોડનું ધોવાણ થઈ રહ્યું છે. જ્યાં સાઈડ પર રોડનું ધોવાણ થતા મોટો ખાડો જોવા મળે છે. જે અકસ્માત ને નોતરી શકે છે.
નસવાડી -તણખલા- કેવડીયા કોલોની થી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ સીધો માર્ગ હાલ ખખડધજ થઈ પડ્યો છે .જેથી આ માર્ગનું નવીનીકરણ તાત્કાલિક ધોરણે થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.