રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
વકીલોને કોર્ટ કેસની કાયદાકીય પ્રક્રિયામાં આવતી તકલીફ મામલે એડવોકેટ પ્રતિક પટેલે રિઝર્વ બેન્કના દ્વાર ખખડાવ્યા રાજપીપળાના જાણીતા એડવોકેટ પ્રતીક પટેલે નર્મદા જિલ્લાની ખાનગી-સરકારી બેન્કો દ્વારા અપાતા ચેક રિટર્ન કેસનામેમો માં કોઈ ઓથોરાઈઝડ સહિ સિક્કા વગર મેમો મળતા હોવાથી વકીલોને પોતાના અસિલોના કેસમાં ખરાઇ કરવા હે તે બેંકના અધિકારીને બોલાવવા પડતા હોય જેમાં સમય બગડતો હોવાથી દરેક બેન્કો આવા મેમાં પર સહી-સિક્કા કરી ને જ આપે તેવી રિઝર્વ બેન્ક બોમ્બે ની મુખ્ય શાખાના ગવર્નરને પત્ર લખી જાણ કરતા રિઝર્વ બેંક દ્વારા હકારાત્મક રિટર્ન જવાબમાં તાત્કાલિક આ બાબતનું નિરાકરણ લાવવા અને આપને જાણ કરવામાં આવશે તેવી પ્રત્યુત્તર મળતા રાહત અનુભવી હતી.જોકે વકીલની આ જરૂરી પહેલ આવનારા દિવસોમાં સૌ માટે ફાયદાકારક જરૂર સાબિત થશે. અમે આ બાબતે સ્ટેટ બેન્ક અને એક ખાનગી બેંકના મેનેજર સાથે વાત કરી તો તેમના જણાવ્યા મુજબ આ જવાબદારી જે તે ગ્રાહકની છે ગ્રાહકને કાયદાકીય પ્રક્રિયા માટે કે ગમે તે બાબતે સહી સિક્કાની જરૂર હોય અને જે તે બેંકને જાણ કરે તો કોઈ પણ બેંક ના નહીં પાડી શકે.