નર્મદા: દેડીયાપાડા પોલીસે તાબદા ગામ થી ૭૦ હજાર ના વિદેશી દારૂ સાથે એક ને ઝડપી પાડ્યો.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

દેડીયાપાડા પો.સ.ઇ.એ.આર. ડામોર એ મળેલ બાતમી ના આધારે સ્ટાફના પોલીસ માણસો સાથે તાબદા ગામેથી અજીત ભાઇ ચંદુભાઇ વસાવા ના ઘરમાંથી રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના ના હોલ નંગ -૨૪ કિ.રૂ .૭૫૦૦ તથા બીયર ટીન નંગ -૯૬ રૂ .૯૬૦૦ તથા કવાટરીયા નંગ -૨૪૦ રૂ .૨૪૦૦૦ તથા બીજા કવાટરીયા નંગ -૨૮૮ કિ.રૂ .૨૮૮૦૦ જે તમામ પ્રોહી મુદ્દામાલ રૂ ૬૯,૬૦૦ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ -૧ .રૂ .૫૦૦ / મળી કુલ કિ.રૂ .૭૦,૧૦૦ નાવિદેશી દારૂના મુદ્દામાલ સાથે પકડી લઇ પકડાયેલ આરોપી તથા પકડાયેલ આરોપીને પ્રોહી મુદામાલ આપનાર આરોપી – સુરજભાઇ રમેશભાઇ રાઠોડ વિરુધ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *