રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુરના સરદારબાગ સામે આવેલ શોપિંગ સેંટરના ઉપલે માડે નીચેના દુકાનદારો દ્વારા જે દુકાનો નેબનાવી છે તેનો વિવાદ છેલ્લા ઘણા સમય થી ચાલી રહ્યો છે આ દુકાનોને નગરપાલિકા એ સિલ મારવા માટે તા.૨૯ ના રોજ પોલીસ બંદોબસ્ત પણ માંગી લીધો છે.સરદારબાગ સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના માડની દુકાનો ખાલી કરાવી તેનો કબજો લઈ ને તેની હરાજી કરવા માટે કલેક્ટરે આદેશ કર્યો હતો પરંતુ ૬ વર્ષ સુધી પાલિકા તંત્ર દ્વારા આ અંગે કોઈ પગલાં ભરાયાં ન હતા આ અંગેનો કેસ મ્યુનિસિપલ કમિશ્નર પાસે જતા પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે જો દુકાનો નો કબજો પાલિકા તંત્ર નહિ લે તો ભવિષ્યમાં તેની સામે પગલાં લેવાય તો નવાઈ નહી.
જેથી નગરપાલિકા છોટાઉદેપુર આ ૪૦ દુકાનો ને કોઈ પણ ભોગે પોલીસ બંદોબસ્ત લઈને આ દુકાનો નો કબજો લેવા માંગે છે આ નિર્ણય થી દુકાનદારો માં ફફડાટ ફેલાયો છે. હાલમા નગરપાલિકા બોડી ને દુકાનદારો ને અન્યાય થાય એમાં કોઈ રસ નથી પરંતુ સરકાર દ્વારા પ્રકિયા કરવાની હોય એમાં બાંધછોડ કરવી યોગ્ય નથી તેમ નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલે જણાવ્યું હતુ.