રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું ન હતું. ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. ભીડ ના નિયંત્રિત કરવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા પણ ન હોતી. આ બાબતે ધ્યાને લઈને આ દુકાનને સીલ મારી દેવામાં આવ્યું હતું.