બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામા નાંદોદ, ગરૂડેશ્વર અને દેડીયાપાડા તાલુકામાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૨૬/૦૭/૨૦૨૦ થી તા.૦૮/૦૮/૨૦૨૦ સુધી કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.
તદઅનુસાર, ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ રાજપીપલા નગરપાલિકા વિસ્તારના એમ.વી રોડ, રાજપીપલા – જિગનેશભાઈ ચૌહાણના ઘરથી મધુબેન ચૌહાણના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૧૨, ટેકરા પોલીસ લાઈન બ્લોક નં. બી-૬, રૂમ નં.૯૩ થી ૯૬ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૦૭ તેમજ નાંદોદ તાલુકાનું વાઘોડીયા ગામ નિશાળ ફળીયું – જયરાજસિંહ રાવના ઘરથી સતિષભાઈ અરવિંદભાઈ વસાવાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૧૭, નાવરા ગામ કનુભાઈ ચંદુભાઈ વસાવાના ઘરથી કમલેશભાઈ પરસોત્તમભાઈ વસાવાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૫ અને કુલ વસ્તી આશરે-૧૮, વડીયા ગામ કરજણ કોલોની – સંજયભાઈ દોષીના ઘરથી દિપક દોષીના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૫ અને કુલ વસ્તી આશરે-૧૭ તથા કરજણ કોલોની – જ્યુડીશીયલ કોર્ટ યુનિટ બી-૨ રૂમ નં.૧ થી ૬ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૬ અને કુલ વસ્તી આશરે-૧૫,નવાગામ(રામ) ગામ નીચલું ફળિયું – સમીરભાઈ નરેશભાઈ વસાવાના ઘરથી ચંપકભાઈ મહેશભાઈના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૩૧, બિતાડા ગામ બિતાડા મેન રોડ સ્ટેશન પાસેનું હેતકુમાર પ્રશાંતભાઈ કાનાણીનું ઘર જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૧ અને કુલ વસ્તી આશરે-૦૩, જીતનગર ગામ જીતનગર પોલીસ લાઈન બી-૨ ના ઘર નં.૨૯ થી ૩૨ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૦૭, જીતનગર પોલીસ લાઈન બી-૫ ના ઘર નં.૭૮ થી ૮૦ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૦૩ તથા ગરૂડેશ્વર તાલુકાનું આમદલા ગામકુબેરભાઈ તડવીના ઘરથી બાલુભાઈ બચુભાઈ તડવીના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૨૫ અને દેડીયાપાડા ગામના હરીઓમ નગરના રમણભાઈ ચૈતરભાઈ વસાવાના ઘરથી કુંવરજીભાઈ વેચાણભાઈ વસાવાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૦૭ દર્શાવાઈ છે જેને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા છે.