રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
વહેલી સવારે થી સોમનાથ મંદિર ના દ્વાર ખુલ્યા…
દર્શનાર્થી માટે આરતી બાદ પ્રવેશ આપવામા આવ્યો…
દર્શનાર્થીઓની દોઢેક કી.મી. લાંબી કતાર લાગી…
મહાદેવના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા…
સરકારની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ…
શ્રાવણ માસ ના પ્રથમ દિવસે દર્શનાર્થી અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ સોમનાથ દર્શન માટે પાસ સિસ્ટમ અને ઓનલાઇન રજીશટરેશન ફરજિયાત….
શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ બેઠક અને ત્યારબાદ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા કર્મીઓ દ્વારા સામાજિક અંતર જળવાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે સામાન્ય દિવસોમાં શ્રાવમ માસ હોય એટલે સોમનાથ ખાતે ભાવિકોની લાંબી કતારો લાગતી હોય છે. પરંતુ કોરોનાના કારણે સોમનાથમાં પણ ભાવિકોની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે શ્રાવણ માસ ના પ્રથમ દિવસની અવ્યવસ્થા બાદ આજે ટ્રસ્ટ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરતા ભાવિકો પણ મહાદેવના દર્શન કરી ધન્ય થયા હતા.
જયારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે કોરોનાની મહામારી લઈ સરકારના નિયમ મુજબ કોઈ પણ ચીજવસ્તુઓ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ છે. જેવી કે જળાભિષેક, પુષ્પો, બિલ્વપત્ર, સહિત તમામ વસ્તુઓ પર પ્રતિબંધ છે. તેવામાં મહાદેવ અતૂટ આસ્થા ધરાવતા જામનગર ના એક રાજવી પરીવાર દ્રારા દરવર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે મહાદેવ ને પાઘડી અર્પણ કરવામા આવે છે. જે આજે પણ જામનગર ના રાજવી પરીવાર દ્રારા (જામનગર ના જામ સાહેબ દીગવિજયજીના વંશજો) દ્વારા પાઘડી મહાદેવ ને અર્પણ કરવામાં આવી હતી.