રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાનાં દેલવાડાથી ૨ કિ.મી. દુર પ્રાચીન પૌરાણીક તિર્થસ્થાન ગુપ્તપ્રયાગ આવેલ છે. અહીં ૩ નદીનો સંગમ થાય છે. વર્ષોથી દર શ્રાવણ માસની વદ ૧૩-૧૪ અમાસનાં દિવસે લોકો પિતૃ તર્પણ કરવા, સ્વજનો મૃત્યુ પામેલ હોય તેની યાદીમાં દિવો બાળે છે અને ૩ દિવસ લોકમેળો યોજાય છે પરંતુ છેલ્લા ૬ માસથી કોવીડ-૧૯ કોરોના વાયરસનાં સંક્રમણનો કેસો વધતા રાજ્ય સરકારના આદેશથી આ વર્ષે ૩ દિવસનો લોકમેળો રદ કરેલ છે ત્થા પિતૃ તર્પણ કરવા આવતા લોકો સામાજિક અંતર રાખી, માસ્ક પહેરીને ઓછી સંખ્યામાં પધારવા ગુપ્તપ્રયાગનાં મહંત સ્વામી વિવેકાનંદબાપુએ વિનંતી કરી છે.
