રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૦ જેટલા લોકો સિક્યુરિટીમાં કામગીરી કરે છે.આ તમામ કર્મચારીઓ બે મહિનાથી પગાર નહિ થતા રોષે ભરાયા હતા, પગારની માંગ સાથે તેઓએ ગાંધીગીરી કરી વિરોધ નોંધાવ્યો હતો.એ તમામ કર્મચારીઓ પગારની માંગ સાથે સવારે ચાર કલાક સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓના વિરોધને લઈને ઉચ્ચ આધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.જો કે સાંજે એક મહિનાનો પગાર કરી દેવામાં આવ્યો હતો.
લોકડાઉન દરમ્યાન બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા માટે પણ સિક્યુરિટીની ટીમો બોલાવવામાં આવતી હતી.આ તમામ કર્મચારીઓ યુ.ડી.એસ સર્વિસ હેઠળ કામ કરે છે પણ કોન્ટ્રાકટ એલ & ટી નો છે.એટલે કર્મચારીને પેયમેન્ટ કરે તો જ આ સિક્યુરિટી ગાર્ડનો પગાર થાય.હવે અનલોક જાહેર થયું અને સિક્યુરિટીમાં કામ કરતા ૭૦ જેટલા કર્મચારીઓનો બે મહિનાથી પગાર ન થતા તેઓ રોષે ભરાયા હતા.વિરોધને લઈને આધિકારીઓમાં દોડ ધામ થઈ એટલે એલ & ટી એ પેમેન્ટ તાત્કાલિક કરી કર્મચારીઓને એક મહિનાનો પગાર આપી દેવાયો.
સિક્યુરિટી કર્મચારીઓએ સિનિયર આધિકારીઓ પર આક્ષેપ કર્યો હતો કે તેઓનું પહેલા એલ.એન્ડ.ટી માં પંચિંગ કરી હાજરી પુરાય અને બાદમાં યુ.ડી.એસમાં પણ પંચ કરી હાજરી પુરાય છે. એ.એન્ડ.ટીના પંચિંગમાં ૨૮ દિવસ બતાવતા હોય તો યુ.ડી.એસ માં કેમ ૨૬ દિવસ બતાવતા હોય છે.અમારા તમામ કર્મચારીઓની બે દિવસની હાજરી ઓછી બતાવે છે એટલે કોઈ કર્મચારીઓના પગારમાં ગોલમાલ કરે છે.એટલે આ બાબતની ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે એવા આક્ષેપ સાથે માંગ કરી છે.