બનાસકાંઠા: દાંતા પોલીસના રાજમાં બાઈકો ઉપર દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે ઓમ ડીલેવરીના વિડિયો થયા વાયરલ…

Banaskantha
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા

દાંતા તાલુકાના ગંગવા ગામમાં થોડા સમય પહેલા ગામ લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે જનતા રેડ કરતા પચાસ લીટર થી પણ વધુ દારુ નો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે એજ બુટલેગર હાલના સમયમાં દેશી દારૂની ઓમ ડીલેવરી ઘેર ઘેર કરી રહ્યો હોય તેવા વિડિયો અને ફોટા વાઇરલ થઇ રહ્યા છે ત્યારે આ બુટલેગર ગામના લોકોનેં કહેતો ફરે છે કે હું દર મહિને પોલીસને ચાર હજાર રૂપિયા હપ્તો આપું છું એવો એક ઓડિયો પણ વાયરલ થયો હોય તેવી ચર્ચાઓ પણ ગામમાં ચાલી રહી છે છતાં પણ પોલીસના હપ્તા રાજ સાબિત થાય છે અને છ દિવસ થયા પણ હજુ પોલીસ આ બુટલેગર પોલીસના હાથમાં ના આવતો હોય તેવી વાતો કરે છે અને વિડિયો અને ફોટા વાઇરલ થયા હોવા છતાં પણ આ બુટલેગર આજ પણ ઘરે ઘરે ઓમ ડીલેવરી કરી રહ્યો છે પણ દાંતા પોલીસ તેને ના પકડવાના પ્રયત્ન કરી ગામમાં ખાલી ફોર્મલીટી કરવા આવે ત્યારે છ દિવસ વીતી ગયા છતાં પણ પોલીસ તેને નથી પકડી શકી પણ ગંગવા બીડના જમાદાર ઠાકોર સમાજના એક ભાઈ અપંગ ઉપર અપંગનો ફાયદો ઉઠાવી ખોટો રોફ જમાવી તેને કેહવામાં આવ્યું હતું કે ગામમાં બધા દારુ વેચે તે મને કોઈ વાંધો નથી પણ તુ ગામમાં દારુ ના વેચતો તેવી તેને ધમકી આપતા રહે છે અને દારુ નથી વેચતો છતાં પણ પોલીસ એના ઘરે જઈને અવારનવાર ધાક ધમકી આપતી રહી છે ત્યારે આવા અપંગ ને વારંવાર હેરાન કરતા અપંગ માણસે મિડિયાનો સહારો લઈ પોતાની વેદના સંભળાવી એનુ કેહવુ એવું છે મને ખોટી રીતે ગંગવા બીડના જમાદાર હુ એનુ નામ નથી આપતો પણ મને અવારનવાર ધાક ધમકી આપતા રહે છે તો ગામમાં બાઈક ઉપર ઓમ ડીલેવરી કરી રહ્યા છે તે લોકો તેમના કોઈ સંબંધિત છે કે શું એ મને નથી સમજાતું અને એમના બાઈક ઉપર દેશી દારૂ વેચનારના વિડિયો વાયરલ થયા હોવા છતાં પણ પોલીસ તેમને કેમ નથી પકડતી તે પણ મને સમજાતું નથી અને હુ નથી વેચતો છતાં પણ મને ગંગવા બીડના જમાદાર આવીને અવારનવાર ધાક ધમકી આપતા રહે છે શુ આ બાઈક ઉપર દેશી દારૂની પોટલીઓ વેચનાર ઉપર અને બાઈક ઉપર કોઈ કાર્યવાહી થશે કે પછી પોલીસ તેને છાવરવાના પ્રયત્ન કરી કોઈ મસ્ત મોટું સેટિંગ કરશે કે પછી તેના ઉપર કોઈ ઠોસ પગલાં લેશે તે હવે આવનારો સમય બતાવશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *