વડોદરામાં અત્યારુ સુધીમાં કોરોના પોઝિટિવના ૯ દર્દીઓ નોંધાયા છે। વડોદરામાં નોંધાયેલા દર્દીઓનો રેકોર્ડ જોઇએ તો સ્પષ્ટ થાય છે કે હજુ સુધી વડોદરા કોરોનાના બીજા સ્ટેજમાં છે। સ્ટેજ વન એટલે વિદેશથી આવેલા વ્યક્તિઓમાં કોરોના પોઝિટિવ જોવા મળે અને સ્ટેજ ટુ એટલે વિદેશથી આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવવાથી ચેપ લાગે। વડોદરામાં નોંધાયેલા ૯ કેસમાં ૪ કેસ વિદેશથી આવેલા છે અને બાકીના ૫ કેસ આ વિદેશથી આવેલા ૪ લોકના સંપર્કમાં આવવાથી ચેપ લાગવાના છે સારી વાત છે કે વડોદરા હજુ કોમ્યુનિટી સ્પ્રેડના ત્રીજા તબક્કામાં નથી પહોંચ્યુ। દેશમાં ટ્રેન્ડ જોતા મામલો ગંભીર લાગી રહ્યો છે। તા।૧૯ માર્ચના રોજ દેશભરમાં કોરોના પોઝિટિવના ૧૯૯ દર્દીઓ હતા જે ૧૦ દિવસમાં એટલે કે તા।૨૯ માર્ચે વધીને ૧૧૨૭ થયા છે। મતલબ કે ૧૦ દિવસમાં જ ૯૨૮ કોરોના પોઝિટિવ દર્દીનો વધારો થયો છે। આ બાબત બતાવે છે કે જો લોક ડાઉનનું પાલન કરવામાં નહી આવે અને ઘરની બહાર નીકળશો તો બહાર મોત ભમી રહ્યું છે