રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું તણખલા ગામ એક વેપારી મથક છે તેમજ તણખલા ગામ નર્મદાને આવેલું ગામ છે તેમજ નસવાડીના તણખલાની વસ્તી સરેરાશ ૫૦૦૦ હજાર જેટલી છે નસવાડીનું તણખલા ગામ દરેક સુવિધા ધરાવે છે જેવી કે બેંક.પોલીસ સ્ટેશન,સ્કુલ પોસ્ટ ઓફિસ ગ્રામપંચાયત વગેરે આવેલી છે ત્યારે ત્યાંની પોસ્ટ ઓફિસ બિલકુલ ખખડધજ હાલત માં છે ત્યારે પોસ્ટનો ટાઇમ ૯ થી ૨ નો લખેલ છે ત્યારે આજરોજ અમારી ટીમે પોસ્ટ ઓફિસ ની મુલાકાત લીધી ત્યારે ખંભાતી તાળું લટકતું જોવા મળ્યું હતું ત્યાં બાજુમાં પૂછતા જણાવેલ કે હજુ કોઈ આવ્યું નથી ત્યારે શનિવાર અને રવિવાર ની બે રજા આવી હોવા થી આજે સોમવારે ઉઘડતી પોસ્ટ ઓફિસ માં લોકો કામ માટે આવ્યા હતા પરંતુ પોસ્ટ ઓફિસ માં ખંભાતી તાળું લટકતું જોવા મળ્યું હતું લોકો ને તણખલા પોસ્ટ ઓફિસ માં કામકાજ માટે કયા જવું એ એક મોટો પ્રશ્ન છે એમ હાલ માં પોસ્ટ ઓફિસ ખખડધજ જોવા મળે છે તેમજ તેનું વહીવટી તંત્ર પણ હાલ ચોમાસામાં સાવ બીમાર થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે હાલ બપોરે ૧૨ વાગે પણ પોસ્ટ ઓફિસ ખુલી ન હતી તો સત્વરે પોસ્ટ ઓફિસ ના કર્મચારી ઓ પર એક્શન લઈ ને રેગ્યુલર પોસ્ટ ઓફિસ ખુલે તેવી માંગ તણખલા ની જનતા દ્વારા કરવામાં આવી છે.