રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ શહેરમાં વધતા સંક્રમણ ને અટકાવવાના આયોજન ના ભાગરૂપે પાટણ શહેર ભાજપ પ્રમુખ અને કોંગ્રેસ પ્રમુખની સહમતી થી નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ,સાશકપક્ષ ના નેતા,વિરોધપક્ષના નેતા તેમજ કારોબારી ચેરમેન દ્વારા પ્રેસ કોન્ફરન્સ પાટણ નગરપાલિકા ખાતે યોજાઈ. વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં કેસનો પાટણ શહેર માં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી પાટણના નગરજનોને પાટણ નગરપાલિકા દ્વારા અપીલ કરે છે તારીખ. ૨૨/૦૭/૨૦૨૦ ને બુધવાર નાં રોજથી તારીખ ૩૧/૦૭/૨૦૨૦ સુધી મુખ્ય બજાર સહિત હાઈવે તથા આંતરિક બજારોના વેપારીઓ, શાકભાજીની લારીઓ, નાસ્તાની લારીઓ, લારી – ગલ્લા, ઓટો રીક્ષા, ચાની કીટલીઓ તેમજ પાન – મસાલાની લારીઓવાળા તમામને બપોરે ૧- ૦૦ વાગ્યા પછી સ્વયંભૂ બંધ પાળવા અપીલ કરવામાં આવી છે. પાટણ ઉપ પ્રમુખ લાલેશ ઠક્કર વિલાજ પાર્ટી પ્લોટ દ્વારા માસ્કનું પત્રકારો અને નગરપાલિકાના સ્ટાફ કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યું.