એક શિક્ષિકા દ્વારા ‘ગુડ ટચ બેડ ટચ’ વિશેની સમજણ આપતા ૩ બાળકીઓએ પોતાના પર થયેલી હેવાનિયતને ઉજાગર કરી.
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં એક જ કોમ્પલેક્ષમાં રહેતી ૩ સગીર બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા હવસખોરની પોલીસે ધરપકડ કરી છે. પોતાની હવસ સંતોષવા ત્રણ-ત્રણ માસૂમ બાળકીઓ સાથે શારીરીક અડપલા અને દુષ્કર્મ આચરનાર શખ્સની કરતૂતો શહેર પોલીસના ‘ગુડ ટચ બેડ ટચ’ના અભિગમથી બહાર આવી હતી.
પાડોશી નરાધમ ચોકલેટ-આઈસ્ક્રીમની લાલચ આપી બાળકીઓને બેડરૂમમાં લઇ જતો ને વારંવાર દુષ્કર્મ કરતો, માણેજામાં અશ્લીલ વીડિયો જોઈ યુવાન બાળકીઓને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ આચરતો હવસખોરની પૂછપરછ દરમિયાન તેણે ૩ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની કબૂલાત કરી
3 માસૂમ બાળકીને ઘણા સમયથી પોતાની હવસનો શિકાર બનાવતો.
આ બનાવ અંગેની માહિતી આપતા ઝોન-૪ ના DCP લખધિરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વડોદરાના માણેજા વિસ્તારના એક કોમ્પ્લેક્ષમાં રહેતો રજનીકાન્ત ભીમચન્દ્ર મહાંતો સિમેન્સ કંપનીમાં નોકરી કરે છે, જ્યાં તેની પાડોશમાં અને કોમ્પલેક્ષમાં રહેતી ત્રણ માસૂમ બાળકીઓને છેલ્લા ઘણા સમયથી તે પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો. રાજનીકાન્ત બાળકીઓને ચોકલેટ, આઇસ્ક્રીમ ખવડાવવાના બહાને પોતાના ઘરના બેડરૂમમાં લઇ જઇ મોબાઇલમાં અશ્લીલ વીડિયો અને ફોટો જોઇ બાળકીઓના ગુપ્તાંગો પર હાથ ફેરવી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરતો હતો, ત્યારબાદ કોઇને આ અંગે કહીશ તો જાનથી મારી નાખવાની બાળકીઓને ધમકી આપતો હતો.
પોલીસની પૂછપરછમાં 3 બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું હોવાની કબૂલાત કરી
રજનીકાંતનો ભાંડો ફૂટતા કોમ્પ્લેક્ષમાં જ રહેતી એક વ્યક્તિ પોલીસ મથકે પહોંચી ગઇ હતી અને તેઓએ રજનીકાંતની વિરૂદ્ધ પોતાની બે દીકરીઓ સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે રજનીકાન્તની કડકાઇથી પૂછપરછ કરતા તેણે આ જ પ્રકારનુ દુષ્કર્મ કોમ્પેલક્ષમાં રહેતી બે સગીર બહેનો સાથે પણ કર્યું હોવાની કબૂલાત કરી હતી.
બાળકીએ કહ્યું: ‘ગુડ ટચ બેડ ટચ’ કહેવાય એવું તો અમને ખબર જ નથી.
વધુમાં જણાવ્યું કે, આ કોમ્પલેક્ષમાં ઘરે ટ્યુશન કરાવતા જતા મેડમે બાળકોને ‘ગુડ ટચ બેડ ટચ’ વિશે સમજ આપી રહ્યાં હતા, ત્યારે ત્રણ પૈકીની એક બાળકી અચાનક રડવા માંડી હતી. જેથી મેડમે તેને રડવાનું કારણ પૂછતા તેણે કહ્યું કે, પેલા અંકલ તો રોજ મારી સાથે આવુ બધું કરે છે, આને ‘ગુડ ટચ બેડ ટચ’ કહેવાય એવું તો અમને ખબર જ નથી. આટલું સાંભળતા મેડમના પણ હોશ ઉડી ગયા હતા, જેથી તેમણે આ બાબતે બાળકીના પરિવારને જાણ કરી હતી. આ બાબતની જાણ થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને સમગ્ર મામલો મકરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં બાળકીના માતા-પિતાએ આ મામલે રજનીકાન્ત સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસ તંત્રના ‘ગુડ ટચ બેડ ટચ’ના અભિયાનના કારણે ૩ બાળકીની જિંદગી બચી ગઇ
DCP લખધિરસિંહ ઝાલાએ જણાવ્યું કે, પોલીસ તંત્રના ‘ગુડ ટચ બેડ ટચ’ના અભિયાનના કારણે ત્રણ બાળકીની જિંદગી બચી ગઇ છે. હવસખોર રજનીકાન્તે પોતાની હવસ સંતોષવા કોમ્પલેક્ષમાં જ રહેતી ત્રણ માસૂમ બાળકીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી રહ્યો હોવાનુ બહાર આવ્યું છે. આ મામલે રજનીકાન્ત વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથકમાં દુષ્કર્મ, પોક્સો સહિત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધીને કાયદેસરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.