બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં કપાસમાં નુક્શાન કરતી ગુલાબી ઇયળ મહદઅંશે કપાસનાં અગોતરા વાવેતરમાં ફુલ અવસ્થાએ નુક્શાન જોવા મળે તો છે. આ જીવાતનું નુક્શાન બહારથી ઓળખવું મુશ્કેલ હોય છે. જેથી ખેડુતોને ચાલુ સીઝનમાં ગુલાબી ઇયળનાં ઉપદ્રવ-નિયંત્રણની જાણકારી માટે ગુલાબી ઇયળના ફેરોમોન ટ્રેપ હેક્ટર દિઠ પાંચ પ્રમાણે મુકી તેમાં ગુલાબી ઇયળની લ્યુર ૨૫-૩૦ દિવસે અચુક બદલવી. દરરોજ સવારે ફેરોમોન ટ્રેપમાં પકડાયેલ ફુદાંની સંખ્યાની ગણતરી કરવી અને તેનો નાશ કરવો. જો સતત ત્રણ દિવસ સુધી ૮ ફુદાં પ્રતિ ફેરોમોન ટ્રેપ પકડાય તો નીચે જણાવેલ દવાનો છંટકાવ કરવો. આ ઉપરાંત ઉપદ્રવની શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વીણી સુધી હેક્ટરે-૪૦ પ્રમાણે ગુલાબી ઇયળની નર કૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
તદઉપરાંત, કપાસનાં પાકમાં ફૂલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્થ પધ્ધતિથી ૧૦૦ ફૂલ-ભમરી/જીંડવા તપાસવા તે પૈકીપાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા માળે તો કિટનાશક દવાનો છંટકાવ કરવો. દવાઓનો છનટકાવ કરતા પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. ગુલાબી ઇયળનાઉપદ્રવ શરૂ થયેથી બીવેરીયા બોસીયાના નો ૨૫ કિલો/હે. પ્રમાણે છંટકાવ કરવો. કપાસના પાકમાં ફુલભમરી તથા જીંડવાની શરૂઆત થયે હેક્ટરે ૧.૫ લાખ ટ્રાયકોગ્રામા ભમરી અઠવાડીયાના ગાળે ૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડીયામાં હેક્ટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટી (ક્રાયસોપા) ની ઇયળો છોડવાથી જૈવિક નિયંત્રણ કરી શકાય છે.
તેવી જ રીતે નિયંત્રીત પિયતથી આ જીવાતનો ઉપદ્રવ વધતો અટકાવી શકાય. ક્ષમ્યમાત્રાને અનુસરી ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મી.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મી.લી. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મી.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મી.લી. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૦૪ મી.લી. અથવા અલ્ફાસાયપરમેર્થીન ૧૦ ઇસી ૧૦ મી.લી. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૦૩ મી.લી. અથવા એમામેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૦૩ ગ્રામ અથવા ડેલ્ટા મેથ્રીન ૧%+ ટ્રાયઝોકોસ ૩૫% ઇસી ૧૦ મી.લી. અથવા ક્લોરપાયરીફોસ ૧૬% + અલ્ફાસાયપરમેથ્રીન ૧% ઇસી ૧૦ મી.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૧૦ મી.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુ.પી. ૧૦ ગ્રામ કીટનાશક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કે.વી.કે./ તાલુકા અમલીકરણ અધિકારી/ જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબખેતી નિયામક(વિ) /નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક સાધવા નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.