કોરોના વાયરસે ભારત સહિત આખા વિશ્વમાં મહામારી ઉભી કરી છે. તેવામાં મોદી સરકાર ઘ્વારા સમગ્ર દેશને લોકડાઉંન કરાવાયો છે. આપણું ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાત ના લોકોનો આંકડો 45 એ પહોંચ્યો છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. પરંતું જે મેડિકલ ક્ષેત્રે કર્મચારીઓ છે. તેઓ પોતાના જીવ ના જોખમે આ કોરોના વાઇરસ સામે લડે છે. તેવામાં રાજકોટ ના એક મેડિકલ કર્મચારી જે ભાડાના મકાનમાં રહેતા હતા તેમના મકાન માલિકે ધમકી આપી અને ઘર ખાલી કરવા જણાવ્યું.
એક તરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મી માર્ચે જનતા કર્ફ્યુના દિવસે સમગ્ર દેશને સાંજે પાંચ કલાકે થાળી વગાડીને એવા લોકોને બિરદાવવા કહ્યું જેઓ આ કોરોનાના સંકટ સામે રાત દિવસ લડી રહ્યાં છે. અને પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવી રહ્યા છે. ત્યારે હવે એવા મેડિકલ ઓફિસર અને નર્સ સાથે એક મકાન માલિકે દુરવ્યવહાર કર્યો. માહિતી મુજબ હોસ્પિટલમાં નોકરી કરતા હોવાથી મકાન ખાલી કરવા કહ્યું છે. ત્યારે હવે આ મામલે ક્લેક્ટર રેમ્યા મોહને તપાસના આદેશ આપ્યા છે