રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સરકાર હાલ કોરોના સંક્રમણને ધ્યાને લઈ આખા રાજ્યમાં રેશનકાર્ડના ગ્રાહકોને મફત અનાજ આપી રહી છે જોકે તેમાં પણ હાલ નર્મદા જિલ્લામાં અમુક જગ્યાઓ પર પૈસા લેવાતા હોવાની બુમ સંભળાઈ રહી છે. પરંતુ વર્ષોથી ચાલતી આદિજાતિ કન્યાઓને મફત અનાજની બીજનામાં તો નર્મદા જિલ્લાના પાંચ પૈકી ચાર તાલુકામાં કન્યાઓને અનાજ આપતું ન હોવાની વાત સામે આવી હોય શુ પુરવઠા વિભાગના અધિકારીઓ આ બાબતે અજાણ છે..? સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં આદિજાતિ કન્યાઓને વર્ષ દરમિયાન બે સત્ર પૈકી એક સત્રમાં ૧૫ ક્લિો ઘઉં અને ૧૫ ક્લિો ચોખા આપવાની સરકારી યોજના અમલ માં હોવા છતાં ઘણા સમય થી જિલ્લાના પાંચ તાલુકાઓ ફકત તિલકવાડા તાલુકામાજ યોજનાનો અમલ થતો લાગે છે કેમકે તિલકવાડા તાલુકામાં વર્ષ ૧૯- ૨૦ અનાજ પણ કન્યાઓને અપાઈ ગયું છે જ્યારે બાકીના ચાર તાલુકા પૈકી નાંદોદ, ગરુડેશ્વર, ડેડીયાપાડા, સાગબારા તાલુકામાં એક પણ સત્રનું અનાજ અપાતું નથી તેવી બુમ સંભળાઈ રહી હોય આ અનાજ ક્યાં જાય છે..? કોરોનાની કપરી સ્થિતિમાં સરકાર કાર્ડ ધારકોને મફત અનાજની જાહેરાત કરે છે ત્યારે આદિજાતિ કન્યાઓને મળવાપાત્ર અનાજનો જથ્થો ક્યાં જાય છે..? જવાબદાર અધિકારી આ બાબતે તપાસ કરી કન્યાઓને તેમના હકનું અનાજ મળે એ બાબતે યોગ્ય કરી કસુરવારો સામે પગલાં લે તેવી માંગ ઉઠી છે. આ બાબત નર્મદા જિલ્લા પુરવઠા અધિકારી ને પૂછતાં તેમણે કબુલ્યું કે વાત સાચી છે પણ અગાઉ ૨૦૧૪-૧૫ ના વર્ષ થી આ યોજનાનું અનાજ અપાયું ન હતું મારા આવ્યા બાદ શરૂ કરાવ્યું છે. એ ગેપ પુરાઇ છે હવે ટૂંક સમયમાં રેગ્યુલર અનાજ અપાતું થઈ જશે.