રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આઇ.જી.પી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા પોલીસ અધીક્ષક આર.વી.અસારી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ પી.ડી.મણવર સાહેબ વિરમગામ વિભાગ નાઓના દ્વારા હથિયાર તથા ચીટીંગ સંબધી બનેલ ગુન્હાઓ સોધી કાઢવા સારૂ સુચના મળેલ હોય જે અનુસંધાને વિરમગામ રૂરલ પો.સ્ટે. વિસ્તારમા પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન આ.પો.કો. રાજેશકુમાર માધવજીભાઇ બ.નં.૩૯૬ નાઓને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી હકિકત મળેલ કે અમદાવાદ તરફથી એક ગ્રે કલરની હ્યુન્ડાઇ આઇ ટ્વેન્ટી સ્પોર્ટ કંપનીની નંબર વગરની ગાડી અમદાવાદ બાજુથી ધાગધ્રા તરફ આવી રહેલ છે. અને તે ગાડીમા ચાર ઇસમો બેઠેલા છે અને તેમની પાસે તમંચા જેવુ હથીયાર છે. જે મતલબની બાતમી હકિકત આધારે અમદાવાદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર વડગાસ ગામના પાટીયા નજીક આવેલ જમુના હોટલ સામે હાઇવે રોડ ઉપર બે પંચોના માણસો સાથે બેટરીઓના અજવાળે વાહન ચેકીંગ કરતા હતા. તે દરમ્યાન ઉપરોક્ત ગાડી અમદાવાદ બાજુથી પુર ઝડપે આવેલી જે ગાડીમા બેઠેલ માણસો શક પડતા હોય તે ગાડીને થોભાવવા જતા અને રોડ ઉપર આડસ કરતા સદર ગાડી પોલીસને જોઇને રિવર્સ લઇ ભાગવા જતા સદર ગાડી રોડ વચ્ચેના ડિવાઇડરને અથડાવી ઉભી થઇ ગયેલ. અને ગાડીમા બેઠેલ ચારેય ઇસમો ભાગવાની કોશીસ કરતા કોર્ડન કરી ચારેય ઇસમોને ભાગવા જતા પકડી પાડેલ. જે ચારેય ઇસમો (૧) સાહીરખાન નસીબખાન જત મલેક ઉ.વ.૨૮ રહે.ઇંગરોળી ગામ તા.લખતર જી.સુરેન્દ્રનગર (૨) મહેબુબખાન રહિમખાન સૈયદ ઉ.વ.૩૮ રહે.બીલ્લાગામ તા.જેસર જી.ભાવનગર (૩) રસીદખાન મહંમદખાન જત મલેક ઉ.વ.૨૧ હાલ રહે.ઇંગરોળીગામ તા.લખતર જી.સુરેન્દ્રનગર મુળ રહે.ગેડીયાગામ તા.પાટડી જી.સુરેન્દ્રનગર (૪) રીયાજખાન ઇસબખાન જત મલેક ઉ.વ.૨૦ રહે.ઇંગરોળીગામ તા.લખતર જી.સુરેન્દ્રનગરવાળા પાસેથી નીચેની વિગતેનો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે. તથા સદર ઇસમોની કડકાઇથી પુછપરછ કરતા પોતે ચીટીંગના ઘણા ગુનાઓ કરેલ હોવાની કબુલાત કરે છે. જેથી ચારે ઇસમો વિરૂધ્ધ વિરમગામ રૂરલ પો.સ્ટે પાર્ટ B ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૦૨૦૦૧૮૮/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૧૮૮ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧-બી),એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ પો.સબ.ઇન્સ. એમ.એચ.ઝાલા વિરમગામ રૂરલ પો.સ્ટે.નાઓ કરી રહેલ છે.અને આરોપીઓના કોવીડ-૧૯ કોરોના બાબતે મેડીકલ તપાસણી કરવા તજવીજ કરવામા આવેલ છે.
ઉપરોકત કામગીરીમા વિરમગામ રૂરલના (૧) પો.સબ.ઇન્સ એમ.એચ.ઝાલા સાહેબ (૨) અ.હે.કો. રમેશભાઇ ગણેશભાઇ બ.નં.૭૨૯ (૩) અ.હે.કો. ઘનશ્યામસિંહ કિર્તીસિંહ બ.નં.૬૪૯ (૪) આ.પો.કો. રાજેશકુમાર માધવજીભાઇ બ.નં.૩૯૬ (૫) આ.પો.કો. ચમનભાઇ ગોવિંદભાઇ બ.નં.૩૭૩ (૬) નરેન્દ્રસિંહ ખોડાભાઇ બ.નં.૧૧૨૫ નાઓ સામેલ હતા.
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) દેશી બનાવટનો તમંચો કિ.રૂ.૫,૦૦૦/- તથા છરી કિ.રૂ.૧૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ -૫ કિ.રૂ. ૧,૦૮,૦૦૦/-
(૩) ગાડીની ડેકીમાંથી મળી આવેલ બે નંબર પ્લેટો કિ.રૂ. ૦૦/૦૦
(૪) હ્યુન્ડાઇ આઇ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કૂલ કિ.રૂ. ૪,૧૩,૧૦૦/- નો મુદ્દામાલ
ઉપરોક્ત આરોપીઓએ અગાઉ ચીટીંગના કરેલ ગુનાઓની કબુલાત
(૧) આરોપી સાહીરખાન નસીબખાન જત મલેક રહે.ઇંગરોળીગામ તા.લખતર જી.સુરેન્દ્રનગર
અ.નં
કરેલ કબુલાત
૧.
(૧) લીંબડી પો.સટે. ગુ.ર.નં. ૧૧૨૧૧૦૩૧૨૦૦૦૬૨ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૩૮૬, ૧૨૦બી
મુજબ
(૨) આઝાદનગર પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર ક્રમાંક ૨૮૩/૨૦૧૯ IPC કલમ ૩૯૮, ૩૪૧ તથા આર્મ
એક્ટ કલમ ૩(૨૫) મુજબ
(૩) આજથી બેવર્ષ પહેલા સનાથલ સર્કલ પાસે ૮,૦૦,૦૦૦/- નુ ચીંટીંગ
(૪) આજથી એક વર્ષ પહેલા સાણંદ વિરમગામ રોડ ઉપર કોઇ વ્યક્તિને ચીલ્લર બતાવી
૪,૦૦,૦૦૦/-નુ ચીટીંગ
(૫) આજથી દોઢેક વર્ષ પહેલા બગોદરા અમદાવાદ રોડ ઉપર અંબર હોટલ પાસે એક માણસનુ
રૂ.૫,૦૦,૦૦૦/- નુ સોનુ બતાવી ચીટીંગ
(૨) આરોપી મહેબુબખાન રહિમખાન સૈયદ રહે.બીલ્લાગામ તા.જેસર જી.ભાવનગર
૨.
(૧) લીંબડી પો.સટે. ગુ.ર.નં. ૧૧૨૧૧૦૩૧૨૦૦૦૬૨ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૩૮૬, ૧૨૦બી
મુજબ
(૨) આજથી બે વર્ષ પહેલા સનાથલ સર્કલ પાસે ૮,૦૦,૦૦૦/- નુ ચીંટીંગ
(૩) આજથી એક વર્ષ પહેલા સાણંદ વિરમગામ રોડ ઉપર કોઇ વ્યક્તિને ચીલ્લર બતાવી
૪,૦૦,૦૦૦/-નુ ચીટીંગ
(૪) આજથી દોઢેક વર્ષ પહેલા બગોદરા અમદાવાદ રોડ ઉપર અંબર હોટલ પાસે એક માણસનુ
રૂ.૫,૦૦,૦૦૦/- નુ સોનુ બતાવી ચીટીંગ
(૫) આજથી દોઢ વર્ષ પહેલા પંચમુખી હનુમાન ગારીયાધાર ગામે એક માણસને ડોલર બતાવી
રૂપીયા ૨,૫૦,૦૦૦/- નુ ચીટીંગ
(૬) આજથી એક વર્ષ પહેલા જેસર ગામે ભડીયાપીર દરગાહ પાસે ડોલર બતાવી રૂ.૩૦,૦૦૦/-
નુ ચીટીંગ
(૭) આજથી સાતેક વર્ષ પહેલા અંકલેશ્વર વિસ્તારમા ડોલર બતાવી ૭૦,૦૦૦/- નુ ચીટીંગ
(૮) આજથી પાંચ વર્ષ પહેલા પલસાણા ચોકડી પાસે ડોલર બતાવી રૂ.૧,૦૦,૦૦૦/- નુ ચીટીંગ
(૩)રસીદખાન મહંમદખાન જત મલેક ઉ.વ.૨૧ હાલ રહે.ઇંગરોળીગામ તા.લખતર જી.સુરેન્દ્રનગર