રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ના જબૂગામ ની રેફરલ હોસ્પિટલ મા શનિવારે બે મહિલાઓની થયેલી પ્રસુતિ વેળા એ નર્સિંગ સ્ટાફ ની ભૂલ ને લીધે ચલામલી ની મહિલા ને બાળક અને બોડેલીની મહિલા ને બાળકી આપી દેતા ચકચાર મચી જવા પામ્યો છે.ત્યારે હવે બન્ને પરિવારજનો ડી.એન.એ ટેસ્ટ કરાવ્યા પછી બાળક ને સ્વીકારી લેવાની સંમતિ દર્શાવી છે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ની ભૂલ ને લીધે બાળક બદલાઈ જવાની ઘટના ની જાણ થતાં હોસ્પિટલ મા લોકટોળા એકત્ર થયા હતા. જબૂગામ ની હોસ્પિટલ માં બોડેલી ના આબેદાબેન ખત્રી અને બોડેલી તાલુકા ના ચલામલી ના પાયલબેન પ્રસુતિ માટે દાખલ થયા હતા પ્રથમ પાયલબેન ની ડિલિવરી તબીબો એ કરી હતી પાયલબેન ને પુત્રી જન્મી હતી પણ બાળકી એ મળ કરી દેતા આઇ.સી.યું મા રાખી હતી જ્યારે બોડેલી ના આબેદા બેન ને સિઝેરિયન થી બાળક નો જન્મ થયો હતો ત્યારે આ બાળક પાયલબેન ને સોંપી દીધું હતું પુત્રજન્મ થી પાયલબેન અને તેમનો પરિવાર ખુશી મા મગ્ન હતો ત્યારે બાળકી આબેદા બેનને આપી દીધી હતી છેવટે કૈક ભૂલ થયા નું દેખાતા અડધાકલાક પછી પાયલબેન ને કહેવાયું તમારે પુત્ર નહીં પણ પુત્રી જન્મી છે ત્યારે પાયલબેન પર જાને આભ તૂટી પડ્યું હોઈ તેમ આંચકો લાગ્યો હતો બીજી તરફ બોડેલી ના આબેદાબેન ને પણ કહ્યું કે તમને પુત્રી નહીં પણ પુત્ર જન્મ્યો છે બન્ને મહિલા ઓ હોસ્પિટલ ની બેદરકારી ને લઈ ને અસમનજસ મા મુકાઈ ગયા હતી છેવટે બન્ને પરિવારજનો એ બાળકો ના ડી.એન.એ ટેસ્ટ કરીને સ્વીકારવા ની તયારી બતાવી હતી જબૂગામ હોસ્પિટલ ની ગંભીર ભૂલ ને લીધે બે મહિલા ઓ અને પરિવાર અવઠવ માં મુકાઈ ગયા છે.