બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
સ્ટેશન રોડ ઉપર આવેલી એક્સિસ બેન્ક સહિતની અન્ય બેંકોના ગ્રાહકો દ્વારા જાહેર માર્ગ ઉપર આડેધડ પાર્કિંગ કરાતા ટ્રાફિક જામની સમસ્યાથી અન્ય વાહન ચાલકો ભારે અકળામણ અને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે રાજપીપળા ટ્રાફિક પોલીસ આ બાબતે સંબધિત બેંકોને નોટિસ ફટકારી આકરી કાર્યવાહી કરે તે જાહેર હિતમાં જરૂરી છે. પાર્કીંગની જોગવાઈ વગર જ મુખ્ય માર્ગ ઉપર કોમર્શીયલ બિલ્ડીંગો બાંધી વર્ષે કરોડો રુપિયાનુ ભાડું ખાતા મિલક્ત માલિકો પાસે નગરપાલિકા વધારાનો પાર્કીંગ ચાર્જ વસુલે તો સ્વભંડોળની અછત થી ઝઝુમી રહેલી રાજપીપળા પાલિકાની આવકમા વધારો થાય તેમ છે.
રાજપીપળા શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ઉપર આવેલી એક્સિસ બેન્ક સહીતની અન્ય બેંકોના ગ્રાહકોના વાહનો જાહેર માર્ગ ઉપર આડેધડ પાર્કીંગ કરાતાં ટ્રાફીક જામની સમસ્યાથી અન્ય વાહન ચાલકોમા ભારે હાલાકી અને અકળામણ ઉદભવી રહી છે. એસ.ટી બસ અને અન્ય ભારદારી વાહનો તેમજ કારો અને ટુ વ્હીલર ચાલકોને એક્સિસ બેન્કના રોડ ઉપરના જાહેર પાર્કીંગને કારણે વેદના અને હાલાકી ઉઠાવવી પડી રહી છે.
જાહેર માર્ગોને અડીને આવેલી કોમર્શીયલ બિલ્ડીંગોના માલીકો દ્વારા તેમના ક્લાયંટ એવા ભાડુઆતોને પાર્કીંગની જગ્યા આપ્યા વગર જ બેંકો પાસેથી તગડું ભાડું લેતા હોય છે. અને એમના પાપે જાહેર અવરજવર કરતા લોકોને અડચણ વેઠવી પડી રહી છે. ત્યારે આવા મિલકત માલિકો પાસેથી નગરપાલિકા વધારાનો પાર્કિંગ ચાર્જ વસુલે તો સ્વભંડોળની અછતથી ઝઝુમી રહેલી રાજપીપળા નગરપાલિકાની આવકમાં વધારો થાય તેમ છે. અને રાજપીપળા શહેર ટ્રાફિક પોલીસ પણ આ બાબતે સંબંધિત બેંકોને નોટીસ ફટકારી આકરી કાર્યવાહી કરે તે જાહેર હિતમા જરૂરી છે.