નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૨૫૩ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૮ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૬ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૫ મિ.મિ., અને સાગબારા તાલુકામાં-૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય ગરૂડેશ્વર તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૫૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૮૮ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૫૩ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૩૯ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૨૯ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લા ના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૬૫ મીટર, કરજણ ડેમ- ૯૯.૬૬ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૫૬ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *