નર્મદા: સમગ્ર નર્મદા જિલ્લામાં લો વોલ્ટેજ તકલીફની ફરિયાદ.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

જુના ટ્રાન્ફોમરોમાં બદલવા જરૂરી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ખાડે ગયેલા વીજ કંપનીના વહીવટના કારણે ગ્રાહકો લો-વોલ્ટેજની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાં વીજ કંપની દ્વારા આ બાબતે કોઈજ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે નર્મદાના અમુક તાલુકામાં વીજળીની આવન જાવન અને લો- વોલ્ટેજની રામાયણમાં મોંઘાદાટ ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાઈ જાય અથવા શોર્ટ સર્કિટના કારણે મકાનોમાં આગ લાગવાની ઘટના પણ છાસવારે બનતી હોય છે.આજે સાગબારા તાલુકાના સેલંબા ગામના લોકોએ પણ આ રામાયણ બાબતે સાગબારા કાર્યપાલક ઈજનેર ને લેખિત રજુઆત કરી છે. સેલંબા ના ગ્રામજનો ની રજુઆત માં જણાવ્યા મુજબ આજના અત્યાધુનિક યુગમાં વીજ ઉપકરણોનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે .તદુપરાંત નવા વિજ જોડાણો અને નાના મોટા ગૃહઉદ્યોગો પણ ધમધમતા થયા છે જેમાં મોટા પાયે મોટા મશીનોનો ઈલે.ઉપકરણો નો ઉપયોગ વધતો જાય છે.ઉપરોક્ત પરિસ્થિતીને ધ્યાનમાં લઈ વિજ પ્રવાહ અને વિજ વપરાશમાં ધરખમ વધારો થયેલ છે.છેલ્લા ઘણા સમય થી લગભગ દરોરજ લાઈટ બંધ ચાલુ થાય છે તેમજ લાઈટ ડીમ-ફુલ વધારે પ્રમાણ માં થયા કરે છે. જેથી અમારા વિદ્યુત ઉપકરણોને ખુબજ નુકશાન થાય છે. નિશાળ ફળીયાની ડીપી વર્ષો જુની છે તે ડીપીને વિદ્યુત જોડાણોને ધ્યાને રાખી તેને કે.વી.વધારી ને નવી ડીપી નાખવા બાબતે પણ સેલંબા ગ્રામજનો એ આજે રજુઆત કરી છે ત્યારે વીજ કંપની આ તકલીફ ક્યારે દૂર કરશે એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *