બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા પોલીસે દરેક ક્ષેત્રે સારી કામગીરી બાબતે રાજ્યભર માં નામના મેળવી છે પરંતુ ક્યારેક કોઈ એક જવાન ની ભૂલ માં આખો વિભાગ બદનામ થાય તેવી એક ઘટના કેવડિયા કોલોની ખાતે બની હોય જેમાં કેવડિયા પોલીસ મથક ના ડ્રાઈવરે બે વ્યક્તિઓ પાસે થી રોકડ તેમજ મેમરી કાર્ડ લૂંટી લીધા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા તપાસ હાથ ધરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ ના કારણે વિશ્વભર માં જાણીતું થયેલું કેવડિયા કોલોની ગામ કે જ્યાં રોજના હજારો પ્રવસીઓ આવતા હોય માટે કેવડિયા પોલીસ પણ હંમેશા સતર્ક રહી ફરજ બજાવે છે.અને નર્મદા પોલીસ ની પણ દરેક ક્ષેત્રે સારી કામગીરી જોવા મળી છે ત્યારે પોલીસ વિભાગ માટે લાંછનરૂપ એક ઘટના ગઈકાલે કેવડિયા ખાતે બની હતી જેમાં કેવડિયા પોલીસ મથક ના ડ્રાઈવરે બે વ્યક્તિઓને લૂંટી લીધા હોવાની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લા ના ડભોઇ ખાતે રહેતા પોપટભાઇ વેસ્તાભાઇ યાદવે આપેલી ફરિયાદ મુજબ કેવડીયા પોલીસ સ્ટેશનની પોલીસ ગાડી જેનો નંબર ખબર નથી તેના ડ્રાઇવર નું નામ ખબર નથી પરંતુ જોયેથી ઓળખી શકે છે તેણે પોપટ યાદવ તેમજ કિરણ ગોપાલભાઈ તડવી ને ગાડી માથી ઉતાર્યા બાદ અંધારા મા લઇ જઈ પોપટભાઈ પાસે રૂ.૫૦૦/- તથા કીરણભાઇ પાસેથી રૂ.૩૫૦/- તેમજ મોબાઇલનું મેમરી કાર્ડ કી રૂ.૧૦૦/- મળી કુલ રૂ.૯૫૦/-ની પોલીસની ગાડીના ડ્રાઇવરે આ બે વ્યક્તિઓને ધમકી આપી બળજબરીથી કઢાવી લુટી લીધેલ છે.જેથી કેવડીયા પોલીસ સ્ટેશનની સફેદ કલરની ગાડીના ડ્રાઈવર અને તેની સાથેના બીજા બે વ્યક્તિઓ મળી કુલ ત્રણ વિરુદ્ધ પોપટભાઈ અને કિરણ ભાઈ પાસેથી રૂપીયા પડાવી લેવાની ફરિયાદ નોંધાતા કેવડિયા પોલીસે ગાડીના ડ્રાઈવર તેમજ તેની સાથેના અન્ય બે માણસો મળી ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.