બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
જાફરાબાદ તાલુકાના પ્રેસ કલબ ના પ્રમુખ ગૌરાગ ડૉક્ટર અને બાબુભાઇ વાઢેર આજ રોજ નાગેથી લુણસાપુર તરફ જવા માટેના રોડ દોઢ કીલો મોટર ચાલી ને મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે જે રોડ ઉપર બળદ ગાડુ કે ટેકટર પણ ચાલી શકે તેમ નથી તો એ રોડ ઉપર ખેડૂતોને ખાતર બીયારણ કેવી રીતે પહોચાડવુ તે પ્રશ્ન છે તેમજ દર વર્ષે ચોમાસા મા અ સંખ્યા ખેડુતો ની ખુબજ મોટા પ્રમાણમા નુકસાન થાય છે છતાં પણ સ્થાનિક અધિકારીઓ દ્વારા સર્વે કરવાં આવે છે પણ ક્યારે ખેડૂતો એક રૂપિયાનુ વળતર મળ્યું નથી તેમજ નાગેશ્રી થી લુણસાપુર જવાના રોડ નુ એસ્ટીમેન્ટ બની ઞયુ હોવા છતાં આ રોડનો જોબ નંબર સરકાર દ્વારા કેમ આપવામાં આવતો નથી તેવા અનેક સવાલો ખેડૂતો એ પત્રકારો સમક્ષ રજુ કર્યા આ રોડ ખાલી ખેડુતો માટે નહીં પણ આ રસ્તા થી અજુ બાજુના દસ થી બાર ગામના લોકોનો કાયમી આ રોડ ઉપર થી અવર જવર કરે છે તેમજ સિન્ટેક્સ,એલ એન ટી તેમજ પીપાવવા પોર્ટ કંપનીઓ વર્કરો તેમજ જાફરાબાદ ભણતર માટે જતા વિદ્યાર્થીઓ માટે નો કાયમી રોડ છે છતાં સરકાર દ્વારા પાસ કરવામાં આવેલ છે તે રોડ ક્યારે બનશે કે કેમ તેવી લોકો મા ચર્ચા ચાલી રહી છે પ્રશ્ન તો ખરેખર જેમ પત્રકારો દ્વારા આ રોડ ની દોઢ કિલોમીટર સુધી ચાલી રોડ નું સ્થળ નિરક્ષણ કરવામા આવતું હોય તો ખરેખર આ રોડ માટે અમરેલી જિલ્લા ના સાંસદસભ્ય સ્થાનિક ધારાસભ્ય તાલુકા રાજકીય આગેવાનો જવાબદાર અધિકારીઓ જો ખરેખર સ્થળ ની રૂબરૂ મુલાકાત કરે ત્યારેજ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી થી લુણસાપુરના ખેડૂતોની હાલત શુ છે તે સત્ય હકીકત જોવા મળશે.