રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
મોરબી જિલ્લાના હળવદના ટીકર રોડ ઉપર આવેલ ફિલ્ટર પ્લાન્ટ ખાતે અને હળવદ તાલુકાની બ્રાહ્મણી ૨ ડેમ ખાતે ફિલ્ટર પ્લાન અને પાણીની પાઈપલાઈનના પ્રોજેક્ટ મુલાકાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ઉનાળામાં પીવાના પાણીની કટોકટી ન સર્જાય તે માટે સમીક્ષા કરી હતી
હળવદ તાલુકા મા પીવાના પાણીની કટોકટી ન સર્જાય તે માટે પાણી પુરવઠા અધિકારી અને મંત્રી કુંવરજી બાવળિયા એ સમીક્ષા બેઠક યોજી હતી આ પ્રસંગે પાણી પુરવઠા ના કાર્યપાલક ઈજનેર પી એ સોલંકી. જી .ડબલ્યુ્ આઈ.એન .ના અધિકારી એસ .એન.વાઘેલા હળવદ મામલતદાર વીકે સોલંકી .ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા .તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જશુભાઈપટેલ,ધીરુભાઈ ઝાલા,વલ્લભભાઈ પટેલ, કેતનભાઈ દવે,ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.