રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વીરમગામ શહેરનો મુખ્ય માર્ગ ભરવાડી દરવાજા થી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો મુખ્ય માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયેલ હોય જેને લઇને ગઈકાલે નાયબ કલેકટર, ચીફ ઓફિસર તેમજ લાખાભાઈ ભરવાડ ધારાસભ્યને રજૂઆત કરી હતી કે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે જેને લઈને આજે વિરમગામ નગરપાલીકા દ્વારા ભરવાડી દરવાજા થી દરીયાપુર ત્રણ રસ્તા સુધી રસ્તામાં પડેલ ખાડાઓ માં મેન્ટલ નાખીને ખાડા પુરવાનું કામ ચાલુ થઈ ગયેલ છે જેથી અમો વિરમગામ જન સંઘર્ષ સમિતિ ના અઘ્યક્ષ એ જણાવ્યું હતું કે વિરમગામ નગરપાલીકા તેમજ પ્રાંત અધિકારી સાહેબ તેમજ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ નો જાહેર આભાર માનીએ છીએ તેમજ આ સમસ્યાને જાહેર કરનાર વિરમગામના તમામ પત્રકારો નો આભાર માનીએ છીએ .