રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોમનવેલ્થ ગેમ્સ માં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનાર ડાંગ જિલ્લાની આદિવાસી દીકરી સરિતા ગાયકવાડ ના નામ અને ફોટા બાબતે ધો ૭ ના સામાજિક વિજ્ઞાન ના પાઠ્યપુસ્તક માં ગંભીર છબરડો થયો છે ત્યારે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ને આ વાત ધ્યાને આવતા આજે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવ્યું છે કે આપના જિલ્લા શહેરની તમામ શાળાઓને સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ના પાઠ્યપુસ્તકના પાના ન ૧૦૪ ઉપર કરેલ સુધારાની જાણ કરવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, આ સાથે સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ના પ્રકરણ ૧૬, પાના નં. ૧૦૪ માં વનિતા ગાયકવાડ’ નામ છપાયેલ છે, તેને સ્થાને ‘સરિતા ગાયકવાડ’ નામ છે, તે પ્રમાણે નામ અને ફોટો સુધારાની નોંધ લેવી. વધુમાં, આપના જિલ્લા/શહેરના તમામ શાળાઓમાં શિક્ષકો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમક્ષ આ સુધારેલ પ્રકરણ જ અભ્યાસ કરાવે તે પ્રકારની યોગ્ય કાર્યવાહી આપની કક્ષાએથી થવા ધટતું કરવા વિનંતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હજારો પાઠ્યપુસ્તકો માં સરિતા ગાયકવાડ ના નામ અને ફોટા નો ગંભીર છબરડો કહી શકાય નામ તો જોકે સુધારાવું આસાન છે પરંતુ દરેક પાઠ્યપુસ્તકો માં સરિતા ગાયકવાડ નો ફોટો સુધારવો લગભગ સંભવ નથી પણ જો દરેક શાળા દીઠ પુસ્તકો ની સંખ્યા મુજબ સરિતા ગાયકવાડ નો ફોટો સ્ટીકર બનાવી મોકલી આપવામાં આવે તો સરળ અને સંભવ થઈ શકે છે.