રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લામાં તા.૮ મી જુલાઇ, ૨૦૨૦ ને બુધવારના રોજ સવારના ૬ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૧૬ મિ.મિ., સાગબારા તાલુકામાં-૧૯ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૭ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૬ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૧ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાદ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૩૭ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૮૦ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૪૨ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૨૯ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને તિલકવાડા તાલુકો -૧૨૫ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાિના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૭૮ મીટર, કરજણ ડેમ- ૯૯.૭૩ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૭૮ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા- પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.