રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા ખાસ ડ્રાઇવ આપવામા આવેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન તળે રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે ફસ્ટૅ ગુ.ર.નં.૬૯/૨૦૧૯ આઈ.પી.સી કલમ ૩૬૩.૩૬૬.૩૭૬ તથા બાળ સુરક્ષા અધિનીયમ ૨૦૧૨ ની કલમ ૪.૮.૧૮ મુજબના કામનો આરોપી છેલ્લા એકાદ વષૅથી નાસતો ફરતો હોય જેને પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાકે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.