રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા : હાલ સમગ્ર રાજ્યમાં દારૂ, જુગાર સહિતની આવી બે નંબરી પ્રવૃત્તિઓ બંધ કરાવવા પોલીસ કડક વલણ અપનાવે છે ત્યારે આવા તત્વો પોતાનો વેપાર ચાલુ રાખવા અવનવા પેંતરા અપનાવતા હોય છે. અંતે પોલીસને બાતમી મળતા તેમનો પર્દાફાશ થાય છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે એક ઘરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર દાટેલો વિદેશી દારોનો જથ્થો પણ દેડીયાપાડા પોલીસે શોધી કાઢી વધુ એક સફળ કામગીરી પાર પાડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદ પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન અને કડક સૂચના મળતા દેડીયાપાડા પો.સ્ટે.ના પી.એસ.આઇ એ.આર.ડામોર તેમજ ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે પીએસઆઇ ડામોરને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે દેડીયાપાડાના ટેકરા ફળીયામાં રહેતો મુકેશ સોમાભાઇ વસાવા તેના ઘરમાં ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ કરે છે જે માહિતીના આધારે પોલીસે રેઇડ કરતા ઘરની અભેરાઇ ઉપરથી એક સ્ટીલના નળામાંથી દેશી દારૂ સૌફ ૯૦ મી.લી.ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૩૦ કિ.રૂ. ૩૦૦/- તથા વાડામાં ઘરની દિવાલ નજીક જમીનમાં દાટેલા એક માટલામાંથી વ્હીસ્કીના કાચના ક્વાટરીયા નંગ-૬ કિ.રૂ.૬૦૦/- તથા ઘરની અડાળીના ખુણાના ભાગે માટીમાંથી બીયર ટીન નંગ-૧૨ કિ.રૂ.૧૨૦૦/- તથા વ્હીસ્કીનો કાચનો હોલ નંગ-૧ કિ.રૂ.૩૦૦/- મળી કુલ કિ.રૂ.૩૦૦૦/- નો પ્રોહી.મુદામાલ પકડી આરોપી મુકેશ સોમભાઇ વસાવા વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.