રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા માં પહેલીવાર ગૌરી વ્રતના પ્રથમ દિવસે માસ્ક પહેરીને કન્યાઓએ આજે પૂજા કરી હતી. આજે નગરના વિવિધ મંદિરોમાં કુવારી કન્યાઓ અને સૌભાગ્યવતી મહિલાઓએ પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી હતી. રાજપીપળામાં પહેલીવાર ગૌરી વ્રતના પ્રથમ દિવસે માસ્ક પહેરીને કન્યાઓએ પૂજા કરતી જોવા મળી હતી. જો કે આજથી પાંચ દિવસ કુવારી કન્યાઓ મીઠા વગરનું મોળૂ ખાઈને મોળાકત વ્રત શરૂ કર્યું હતું અને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના આયુષ્ય અને મંગલ કામના માટે પૂજા વ્રત કરી ભોળાનાથને રીઝવવા મહાદેવની પૂજા કરી હતી કોરોનાને કારણે વ્રત કરનારી બહેનો સંખ્યા ઘટી હતી.
રાજપીપળામાં પ્રથમ વખત શ્રૂજા સાહેલી દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ધી નર્મદાની ડાન્સ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. પણ આ વખતે સ્ટેજ પર કે જાહેરમાં કરી શકાય તેમ ન હોવાથી હવે ઓનલાઇન સ્પર્ધા યોજાશે. હાલ શાળા-કોલેજો બંધ હોવાથી ડાન્સ હવે વિડિયો ઉપર મોકલીને સ્પર્ધા નું આયોજન કરાયું છે.તો બીજી તરફ ગૌરી વ્રત શરૂ થતા ફળો અને સૂકા મેવાના ભાવમાં ધરખમ વધારો થયો છે. પાકી કેરી ૧૦૦ થી ૧૫૦ રૂપિયાના ભાવે વેચાઇ રહી છે. કોરોનાના લોકડાઉનમાં મોંઘા થયેલા સુકામેવાના ભાવો વધતા ખરીદી પણ ઘટી ગઈ હતી.