રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
હાલમાં કોરોનાવાયરસ ને લઈને ભારતની લગભગ બધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે પરંતુ અમુક સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ આપી રહી છે અને ઓનલાઇન શિક્ષણ આપતા સાથે ઉંચી ફી પણ વધી રહી છે આવી શૈક્ષણિક સંસ્થાઓ માં ફીનું ધોરણ ખૂબ જ ઊંચું હોય છે આવા લોકડાઉંનના કપરા સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આટલી ઊંચી ફીસ ભરવા તકલીફ પડતી હોય છે .
આવા કપરા સમયમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ફરીથી એક વખત શૈક્ષણિક સેવાના કામમાં આગળ આવ્યું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબાજી માં કોલેજમાં બી.સી.એ નો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને અડધી ફીસ મા કરાવવામાં આવશે , અને અડધી થી મંદિર ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવશે આ ઉપરાંત અંબાજી બહારના કોઈ વિદ્યાર્થી બી.સી.એ માં પ્રવેશ લે અને તેમને હોસ્ટેલ માં રહેવાની જરૂરિયાત હોય તેમને માત્ર ૫૧ રૂપિયાના માસિક ટોકન હોસ્ટેલ માં રહેવાની સુવિધા મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે તથા ચા નાસ્તો તથા જમવાનું પણ એકંદરે જ આપવામાં આવશે.
દાતા તાલુકો એ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છે, અહીંની પ્રજા મહત્તમ ગરીબ પ્રજા છે મંદિર ટ્રસ્ટ દ્વારા આ પ્રકારની રાહત આપવા થી અહીં ને આદિવાસી અને પછાત વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવી અને આગળ વધે એવો પ્રયાસ છે આ પ્રકારના કોર્સ માં સામાન્ય રીતે બાર હજાર જેટલું ફીજ લેવાતી હોય છે, જ્યારે મંદિર ટ્રસ્ટની સંચાલિત કોલેજમાં ફક્ત રૂપિયા ૫,૦૦૦ માં જ આ કોર્સ કરી શકાશે આવી માહિતી બી.સી.એ કોલેજના પ્રિન્સિપાલ શંકરભાઈ પટેલે આપી હતી.