રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ
કાંકરેજ તાલુકામાં આવેલાં ગામો માં દરેક જગ્યાએ આવા હજારો વર્ષોથી જૂના વખતમાં બનાવેલ છે રામદેવ પીર ના મંદિર જ્યાં ભાદરવી નોમ તેમજ અગિયારસ ના દિવસે ધજા ચડાવીને બાપા રામદેવ પીર ના આશીર્વાદ મેળવવા માટે લોકો ઉમટ્યાં હોય ત્યારે આકોલી ખાતે પણ ધજા ચઙાવવામા આવી હતી અને ભજન અને આરતી ની રમઝઙ જમાવી હતી ત્યારે વિશ્વ કોરોના વાઇરસ મહામારી વચ્ચે લોકો ને માસ્ક પહેરવા ફરજિયાત નિયમ લાગુ કરવા માટે સરકારે પણ અત્યારે કાયદો વ્યવસ્થાની જોગવાઈ કરી છે ત્યારે હવે ફકત એક વિશ્વાસ સાથે લોકો કોરોના કટોકટીમાં સંકટમોચન તરીકે પહેલેથી ચિન્હિત કરવામાં આવેલ ભગવાન માતાજી મંદિર માં પ્રાથના કરી ને પોતાની વ્યક્તિગત રીતે પ્રાથના કરે છે કે હે ભગવાન તારી કૃપા કાયમ રહે અને ભારત દેશ તેમજ ગુજરાત રાજ્ય માં કોરોના મુક્ત થઈ જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી.ઉજવણી કરવામાં વ્યસ્ત રહે છે અને કોરોના કટોકટીમાં પણ ભગવાન શ્રી રામદેવ પીર બાપા ના મંદિરમાં દર્શન કરી ને ધન્યતા અનુભવે છે.