રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લામા આવેલા પાનમ ડેમમાંમાંથી વણાકબોરી ડેમમાં જરૂરિયાત માટે છોડવામાં આવ્યું છે. વણાકબોરી ડેમ વિસ્તારમાં આવેલા ખેડૂતોને ધરું વાવણી માટે પાણીની તકલીફ હોય પાનમ ડેમમાં માંથી અત્યાર સુધી આશરે ૨૫ એમ.સી.અમે જેટલું પાણી છોડવામાં આવ્યું છે. હાલની પરસ્થિતિ પ્રમાણે ડેમમાં કુલ ૩૦૫ એમ.સી.એમ જેટલા પાણી નો જથ્થો હતો જેમાંથી પાણી છોડતો હાલમાં ૨૮૦ એમ.સી.એમ જેટલો જથ્થો છે.
પાનમ સિંચાઇ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ડેમમાં થી ૨૪૦ એમ.સી.એમ જેટલું પાણી છોડવામાં આવશે અથવા તેનાથી પણ વધુ. જો ચોમાસુ નબળું નીકળે અથવા વરસાદ ન થાય અને જો ચોમાસું નબળું રહે મહીસાગર અને પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ચોમાસુ પાક પણ નિષ્ફળ થઈ શકે છે. પાનમ ડેમ માંથી અમુક તાલુકાઓમાં પીવાના પાણી પણ પહોંચાડવામાં આવે છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતો એવું જણાય છે વણાકબોરી ડેમમાં છોડવામાં આવેલું પાણી જો વરસાદ ન થાય તો ડેમ વિસ્તારના લોકો સારો પાક લઈ શકાશે પરંતુ જે વિસ્તારમાં ડેમ નિર્માણ થયું છે, જેમના જમીન, મકાન ડુંબાણમાં ગયા છે અને જિલ્લાના ડેમ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં વરસાદ ન થાય તો ડેમમાં પાણી ઉપર નિર્ભર છે. આવી પરિસ્થિતિમાં પાનમ ડેમ દ્વારા છોડવામાં આવેલા પાણી બાબતે “ઘરના છોકરા લોટ ચાટે અને ઉપાધ્યાયને આટો “એવો ઘાટ સર્જાયો છે જેના કારણે સમગ્ર પંથકમાં અનેક ચર્ચાઓ વેગ પકડ્યો છે.
ખેડૂત અગ્રણીઓ દ્વારા સારા કામમાં જસ લેવા પડાપડી કરતા હોય છે ત્યારે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ ને લઈને
આવનારા સમયમાં ખેડૂત અગ્રણીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે?