રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
અનલોક ૧ માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા માં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે નર્મદા માં કેવડિયા ના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ બે દિવસથી કોરોનાના નવા કેસ નોંધાયા ન હતા બાદ ગતરોજ પોઝિટિવ આવેલ દર્દીની 8 વર્ષીય પુત્રી નો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા વધુ એક કેસ રાજપીપળા માં નોંધાયો છે.નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીસ ઓફિસર ડોક્ટર કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ 29 સેમ્પલ માંથી એક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે રાજપીપળા ના આર. એસ કમ્પાઉન્ડ માં રહેતા ૩૬ વર્ષીય ચરણભાઈ શંકુ ભાઈ રાવ ની 8 વર્ષીય પુત્રી યશશવી ચારણભાઈ રાવ નો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર માં દોડધામ મચી છે.
સાથેજ નર્મદા જિલ્લાની કોવિલ હોસ્પિટલમાંથી આજે 9 દર્દીઓને રજા આપતા હાલ કોરોનાના 37 દર્દીઓ સારવાર હેઠળ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી 53 દર્દીઓ સજા થતા રજા અપાઈ છે તેમજ કોરોનાના કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી આજે વધુ 29 સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
