રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના આરોગ્ય કેન્દ્રની હાલત અતિ કફોડી હાલ વરસાદની સીઝન ચાલી રહી છે અને આ કોરોના જેવી મહામારી એ ભરડો લીધો ત્યારે લોકોના આરોગ્યની પણ કાળજી રાખવાની હોય છે પણ વરસાદના કારણે નાગેશ્રી આરોગ્ય કેન્દ્ર નું બિલ્ડીંગ જર્જરિત હાલત અને વરસાદના પાણી દવાખાના ની અંદર ઘુસી રહ્યા છે.આ પાણી ભરાવવાના કારણે મચ્છર જન્ય બીમારીઓનો ઉદ્દભવ થશે તો જવાબદાર કોણ અને નાગેશ્રી ગામના ગ્રામ્યજનો દ્વારા આ બાબતે રજૂઆતો પણ કરી ચુક્યા છે તેમ છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હોય તેવું ગામલોકો દ્વારા જણાવવમાં આવ્યું હતું.
આ તકે માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ તથા ગ્રામપંચાયત ટીમ, પ્રભાતભાઈ વરૂ અજયભાઇ વરૂ વિજયભાઈ વરૂ મુન્નાભાઈ વરૂ તથા ગ્રામ્યજનો દ્વારા જણાવવમાં આવ્યું હતું કે આ આરોગ્ય કેન્દ્ર આવી હાલત થી જિલ્લાના આરોગ્ય અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવી હતી તેમ છતાં કાંઈ પરિણામ આવ્યું નથી અને હવે જો વહેલી તકે દવાખાના નું કામ ચાલુ કરવામાં નહિ આવે તો આરોગ્ય કેન્દ્રને તાળા બંધી કરવામાં આવશે તેવું ગામના આગેવાનો દ્વારા જણાવવમાં આવ્યું હતું.