રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા એ.એસ.આઇ મોહનભાઈ વેચલાભાઈ તડવી ને ૧૦ દિવસ પહેલા સંખેડા તરફ આવતા ઇન્દ્રાલ પુલ પાસે કોઈ કારણોસર પડી જતા શરીર મા ઈજાઓ થતા તેમને સારવાર માટે સંગમ હોસ્પિટલ બોડેલી મા દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં વધુ સારવાર બાદ તેમનું મુત્યુ થયું હતું આ એ.એસ.આઈ. ૩૦-૬-૨૦૨૦ ના રોજ ૫૮ વર્ષ ની નોકરી પૂર્ણ કરી રિટાયર્ડ થવાના હતા ત્યારે તેમનું મુત્યુ રિટાયર્ડ ના એક દિવસ પહેલા થતા પોલીસ વિભાગ મા ઘેરા શોક ની લાગણી પસરી હતી એ.એસ.આઈ ના મુત્યુ ને લઇ જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભભોર અને નસવાડી પી.એસ.આઈ.જી.બી.ભરવાડ ના ઓ તત્કાળ અંતિમ વિધિ માટે ના સરકાર દ્વારા અપાયેલ ૨૫૦૦૦ રૂપિયા તત્કાળ ચૂકવ્યા હતા આ પોલીસ કર્મચારી ને દવાખાના માં સારવાર માટે ના નસવાડી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારી ઓ દ્વારા ૫૪૦૦૦ રૂપિયા ની આર્થિક મદદ કરાય હતી પોલીસ દ્વારા તેમના માંન મા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવશે તેમ જાણવા મળેલ છે.