રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના ૬ તાલુકાના વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના ના વર્ષ ૨૦૨૦-૨૧ ના આયોજન માટે પ્રભારીમંત્રી ના અધ્યક્ષ સ્થાને મિટિંગમાં ૪૧૬૭.૦૨ લાખ ના કામો નું આયોજન કરવામાં આવ્યું.
છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી વિસ્તાર મા વિકાસ થાય તેના માટે સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ ના આયોજન થતા હોય છે આજે છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર જિલ્લા વિકાસઅધિકારી સાંસદ ગીતાબેન જિલ્લા ના ૩ ધારાસભ્ય ૬ તાલુકાપંચાયત ના પ્રમુખ સરકારદ્વારા નિમેલ ચાર આદિવાસી સભ્યો તથા પ્રયોજના વહીવટદાર હાજર રહ્યા જુદાજુદા કામો છોટાઉદેપુર જિલ્લા માં ૧૦૦% અને સવાયું આયોજન કરવામાં આવ્યું જેમાં ૪૧ કરોડ થી વધારે નું આયોજન કરવામાં આવશે જેથી આદિવાસી વિસ્તારમાં વિકાસલક્ષી જુદા જુદાકામો નો સમાવેશ કરવામાં આવશે જેથી આદિવાસી વિસ્તારમાં વિકાસનો વેગ મળશે અને લોકો ની સમશ્યા ઓ દૂર થશે છોટાઉદેપુર તાલુકામાટે ૧૩૩૧.૭૧ લાખ,કવાટ માટે ૧૨૩૩.૫૮ લાખ ,જેતપુરપાવી માટે ૭૦૭.૦૮ લાખ નસવાડી માટે ૮૮૨.૪૧ લાખ,સંખેડામાટે ૧૭૮.૭૫ લાખ ,બોડેલીમાટે ૩૫૪.૬૦ લાખ ના કામોનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન મા રોડ,રસ્તા,શિક્ષણ,આરોગ્ય,પશુપાલન,અને ડેરીઉધોગ,જેવા કામોનો સમાવેશ થાય છે.