ખાંભા: ભુગર્ભ ગટરનાં કામમાં ગેરીરીતી અંગે ઉચ્ચસ્તરે રજુઆત કરતુ આર.ટી.આઈ એકટીવીસ્ટ એસો.

Gir - Somnath
રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના

વર્ષ ૨૦૧૨ માં ખાંભા ગામમાં બનેલી ભુગર્ભ ગટરનાં ભ્રષ્ટાચાર યુક્ત કામમાં હલકી ગુણવતાની ઈંટો બનેલી ગટરની કુંડીઓ, માત્રને માત્ર પાણીનાં નિકાલ માટે બનેલી ભુગર્ભ ગટરના ૬ કે ૮ ઈંચના પાઈપમાં કોન્ટ્રાકટર અને ખાંભા ગ્રામ પંચાયતના તત્કાલીન સતાધીશોએ આર્થિક કારણોસર અને મતની લ્હાઈમાં આપેલ શૌચાલયોના કનેકશનો અને સરકારની શૌચાલય યોજનામાં શૌચાલયની કુંડીઓ બનાવવી ફરજીયાત હોવા છતા સ્વચ્છ ભારત મિશન ખાંભાના તત્કાલીન કર્મચારીઓે શૌચાલય યોજનામાં પાસ કરેલા શૌચાલયોની કુંડીઓ લાભાર્થીઓએ નામ માત્રની બનાવી શૌચાલયોના કનેકશનો કુંડીઓમાં આપવાના બદલે ભુગર્ભ ગટરોમાં આપી સ્વચ્છ ભારત મિશન ખાંભા શાખાના કર્મચારીઓએ આંખ મીંચામણા કરી કાયદેસર કે ગેરકાયદેસર શૌચાલયોમાં ભ્રષ્ટાચાર આચરી ભુગર્ભ ગટરમાં અપાયેલ શૌચાલયના કનેકશનોના કારણે તેમજ મકાન માલિકો દ્વારા ચોમાસાના અને ફળીયા ધોવાના પાણીનાં કનેકશનો પણ આ ગટરોમાં આપેલા હોવાથી ખાંભા ગામ તથા ભગવતીપરામાં દરેક શેરીઓ ગલીઓમાં ભુગર્ભ ગટર જામ થવાથી ગંદા પાણી ઉભરાતા ભુગર્ભ ગટરના પાણી ખાંભા મઘ્યમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર અને વાહનવ્યવહાર તથા રાહદારીઓથી ધમધમતા ખાંભાની મેઈન બજારમાં વહી રહ્યા છે.

વર્ષ ૨૦૧૨ માં રૂા.૧૪ કરોડ અને ૭૦ લાખના ખર્ચે શરૂ થયેલ અને વર્ષ ૨૦૧૪ માં કહેવાતી પુર્ણ થયેલ ખાંભા ગામની ભ્રષ્ટાચાર યુક્ત ગટર અગમ્ય કારણોસર ખાંભા ગ્રામ પંચાયતને સોંપાયેલ નથી કે ખાંભા ગ્રામ પંચાયતે ગટરના નબળા કામના કારણે સ્વીકારી નથી.

ખાંભાની બનેલી ભુગર્ભ ગટર યોજનામાં કોન્ટ્રાકટરે ગટરની ગ્રાન્ટમાંથી પોતાની ભુખ ભાંગવા વર્ષ ૨૦૧૪ માં કહેવાતી પુર્ણ થયેલ ભુગર્ભ ગટર યોજનાનુ અધુરું છોડી દીધુ હોવા છતા જવાબદાર સરકારી વિભાગે અગમ્ય કારણોસર બીલ મંજુર કરી દીધુ હોય. કોન્ટ્રાકટરે અધુરા કામે પાસ કરેલ પેમેન્ટ રીકવર કરવા, જોયા-જાણ્યા વગર સુપર વિઝન કર્યા વગર ગટરના અધુરા કામલે બીલ ચુકવનાર જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે તપાસ કરી કસુરવાર જણાયે સરકારી નાણાંનો ગેરઉપયોગ કરવા સબબ ખાતાકીય રાહે પગલા લેવા તેમજ પોલીસ ફરીયાદ કરવા, અધુરા અને નબળા ભુગર્ભ ગટરના કારણે નવેસરથી કરાવવા, ભુગર્ભ ગટર યોજનામાં જરૂરી એવા સંપ અને ફીલ્ટર પ્લાન્ટ બનાવવા, ભુગર્ભ ગટર સફાઈ માટે હાદર્ સમા જેટીંગ મશીન સહીતના સાધનો-ખાંભા ગ્રામ પંચાયતને ફાળવવા, શૌચાલયો સહિતના ગેરકાયદે કનેકશનો રદ કરી શૌચાલયના કનેકશનો આપનારાઓ અને અપાવનારાઓ સામે રિકવરી કરી દંડનાત્મક કાર્યવાહી કરવા, કોન્ટ્રાકટર દ્વારા કરાયેલા કામોમાં વાપરેલ હલકી ગુણવતાની ઈંટો સિમેન્ટ સહિતના ભ્રષ્ટાચારની કાર્યદક્ષ અને પ્રામાણિક અધિકારી પાસે તપાસ કરાવવા, તેમજ વર્ષ ૨૦૧૪ થી આજ દિન સુધી ખાંભા ગ્રામ પંચાયતે કરેલ મેન્ટેનંસ ખર્ચ કોન્ટ્રાકટર પાસેથી વસુલ કરી ખાંભા ગ્રામ પંચાયતમાં ફાળવવા અને કોન્ટ્રાકટર દ્વારા ખાંભા ગ્રામ પંચાયતની મંજુરી વગર ઉજડ અને વેરાન માનવવસ્તી વિહોણા વિસ્તારમાં બનાવેલ ગટર કામની રિકવરી કરવાની માંગ લેખીત પત્ર ડીડીઓ, કાર્યપાલક ઈજનેર સહિત ઉચ્ચસ્તરે આરટીઆઈ એકટીવીસ્ટ એસો.એ રજુઆત કરી માંગ ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *