રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ગીર ગઢડા ગામના ધોકડવા ગામમાં જી.ઇ.બી મા ફરજ બજાવતા નરેશભાઈ દાફડા મોડી રાત્રીના સમયે બાઈક લઈને ધોકડવા ગામે આવી રહ્યા હતા ત્યારે જશાધાર ગામ નજીક અકસ્માત સર્જાતા ઘટના સ્થળે મોત મોત થયું હતું. નરેશભાઈ દાફડા નાં પરિવારમાં પતિ પત્ની અને એક પુત્રી હોય ત્યારે આ બનાવની પરિવારજનો ને જાણ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આ બનાવની ગીર ગઢડા પોલીસને માહિતી મળતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.