રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે છેલ્લા ૧૫ દિવસમાં પેટ્રોલ-ડીઝલ ગેસમાં તોતીંગ ભાવ વધારો કરી આમ પ્રજાને આર્થિક મુશ્કેલીમાં મુકી દીધી છે. એક બાજુ કોરોનાને કારણે વેપારમાં મંદી છે. લોકડાઉન ચાલુ છે ત્યારે આમ પ્રજાને સરકાર લુંટી રહી છે.
હાલ વિશ્વ સ્તરે ક્રુડનાં ભાવો તળીયે છે ત્યારે ભારત સરકારે પ્રજાને લાભ આપવાને બદલે દેશની તીજોરી ભરી રહી છે તેથી ગીરગઢડા-ઉના શહેર તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, તાલુકા પ્રમુખ બાલુભાઈ હીરપરા, રામભાઈ ડાભી, ગુણવંતભાઈ તળાવીયા વિગેરે આગેવાનો ઉના પ્રાંત કચેરીએ ત્થા ગીરગઢડા મામલતદાર કચેરીએ જઈ સુત્રોચ્ચારો કરી કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું હતુ.