પંચમહાલ જિલ્લા માદયમિક શિક્ષક સંઘના વર્ષ:૨૦૨૧’ થી ૨૦૨૩’ ના હોદ્દેદારોની ચૂંટણી માટે તા.૦૫/૦૨/૨૦૨૧ ના રોજ જાહેરનામું બહાર પાડી ઉમેદવારી પત્રો મંગાવવામાં આવેલ હતા. જ્યારે તા.૧૪/૦૨/૨૦૨૧ને રવિવારના રોજ આવેલ ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે કેટલાક ઉમેદવારોએ સંગઠનના હિતમાં પોતાની ઉમેદવારી પરત ખેંચતા સમગ્ર ટીમ બિનહરીફ થતા તેમના સમર્થકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બિનહરીફ થયેલ પ્રમુખ તરીકે પૂર્વ બોર્ડ સદસ્ય અને મહામંડળના મિડીયા કન્વિનર એસ.કે.પંચોલી તથા મહામંત્રી તરીકે જિલ્લા સંઘના પૂર્વ કારોબારી અદયક્ષ અશોકસિંહ.વી.સોલંકી તથા અરવિંદસિંહ સિસોદિયા સંયોજક તરીકે નિયુક્ત થયા હતા. આમ સંગઠનના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો જિલ્લા સંઘ અને મહામંડળના સંગઠનને મજબુત બનાવવા પોતાનો સક્રીય સહ્યોગ આપશે તેમ જણાવ્યું હતું. ચુંટણી અધિકારી અરવિંદભાઈ એન.દરજી અને સહચુંટણી અધિકારી અરવિંદસિંહ પી.સિસોદિયા અને પૂર્વ મહામંત્રી અને ઉપપ્રમુખ પી.એસ.પરમારે નવનિયુક્ત સમગ્ર ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.