રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
જાફરાબાદ તાલુકા ના કડીયાળી ગામે ગંદકી વાળુ પાણી ભરાતા લોકોમાં ભરાયો રોષ હાલ સમગ્ર દેશમાં મા કોરોના વાયરસની મહામારી ચાલે છે ત્યારે હાલ કડીયાળી ગામે ગંદકી વાળા પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કડીયાળી ગામના લોકો એ સરપંચ તથા તાલુકા પંચાયત ધારાસભ્યને રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.ગંદકી વાળા પાણી ભરાતા મચ્છરો વધવા લાગ્યા છે તાવ જેરી મેલેરિયા,ટાઈફોડ જેવા રોગો પણ થાય છે ત્યારે ગામ લોકોને મોટી મુશ્કેલી મા મુક્યા છે કે આ ગંદકીમા કોરોના વાયરસ જેવા રોગો થશે તો આનો જવાબદાર કોણ ગામ લોકોમાં ચિંતા નો વિષય બન્યો છે
આ ગંદકી જો તાત્કાલિક ધોરણે સાફ નહીં કરવામાં આવે તો ગામ લોકો અમરેલી ડી.ડી.ઓ સાહેબ અને કલેકટર સાહેબ ને રૂબરૂ રજૂઆત કરશે.કડીયાળી ગ્રામ પંચાયત ની ઘોર બેદરકારી સામે આવી છે જો આમા કોઈ પણ ને મોટા રોગો થશે તો તેનો જવાબદાર કડીયાળી ગ્રામ પંચાયત ની રહશે તેવુ ગામ લોકોનુ કહેવુ છે.