રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
સુજલામ, સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૦ નરેગા યોજના હેઠળ કરાયેલ વિવિધ કામોમાં કુલ ૭૧૫ જેટલા શ્રમિકોને રોજગારી અપાઈ
રાજપીપળા રેંજના ડી.એફ.ઓ.નિરવ સાહેબ તથા રેંજ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. તડવી સાહેબ ના માર્ગદર્શન હેઠળ સુજલામ, સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૦ નરેગા યોજના હેઠળ વિવિધકામો કરવામાં આવ્યાં હતા જેમાં ચેકડેમ ઊંડા કરવાના કામ દરમિયાન શ્રમિકોને કોરોના સંક્રમણ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી.શ્રમિકોના હાથ સેનિટાઇઝ કરાવવામાં આવ્યા હતા તથા શ્રમિકોએ સોશિયલ ડિંસ્ટન્સ જાળવી આ કામ કરે એ બાબતની પણ ખાસ કાળજી લેવામાં આવી હતી. ચેકડેમ ખામર,ચેકડેમ નાના રાયપરા, ચેકડેમ બોરિદ્રા,ચેકડેમ માંડણ, ચેકડેમ નાની ચિખલી, ચેકડેમ મૌજી,ચેકડેમ ખુટાઆંબા,ચેકડેમ પલસી તથા વનતલાવડીના કામો કરવામાં આવ્યા જેમાં ગાગર, વનતલાવડી હાંડી, વનતલાવડી કણપોર, વનતલાવડી મહુડીપાડા, વનતલાવડી ઢોચકી વગેરે કામો કરવામાં આવ્યા હતા.આ કામો કરી ખામર,નાના રાયપરા,બોરિદ્રા, માંડણ, નાની ચિખલી, મૌજી,ખુટાઆંબા, ગાગર, હાંડી, કણપોર, મહુડીપાડા, ઢોચકી એમ કુલ ૧૨ ગામોને આવરી લેવાયા હતા.તા.૧૮/૦૫/૨૦૨૦ થી તા. ૧૧/૦૬/૨૦૨૦ દરમાન્ય આ કામો કરવામાં આવ્યા હતા જેમાં કુલ ૭૧૫ જેટલા શ્રમિકોને કુલ- ૮૪૪૧ રૂપીયા રોજ મુજબ કુલ રૂ.૧૮,૯૦,૭૮૪ ની રોજગારી પુરી પાડવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.