રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
સુગરી તેના માળા માટે પ્રખ્યાત પક્ષી છે વૈશ્વિક સ્તરે પક્ષીઓની નાતમાં”આર્કિટેક્ટ એન્જિનિયર” ની આગવી ઓળખ ધરાવનાર આ નર સુગરી ખુબ જ ચતુરાઈપૂર્વક માળાનું સર્જન કરે છે આ માળો બનાવવા ડાળીનો છેડો પસંદ કરવા પાછળ આ પક્ષીનો હેતુ હોય છે કે સાપ જેવા કોઈ ઘાતક જીવ તેના ઘર સુધી પહોંચી નાં શકે સ્વાભાવિક છે કે પાતળી ડાળીના છેડે વજનદાર સાપ જાય તો તે નીચે જ પડી જાય માળામાં ભીની માટી રાખી સુગરી પવનથી પોતાના માળા ને સુરક્ષા આપે છે જેથી ભારે પવનમાં ઘાસથી બનેલો આ માળો ઉડી ન જાય આ પક્ષીનુ નામ સુગૃહી શબ્દ પરથી પડ્યું છે જેનો અર્થ સારું ઘર બનાવનાર થાય છે. પ્રથમ દ્રષ્ટિએ ગમી જાય એવો આ વિશિષ્ટ રચના ધરાવતો માળો ત્રણ તબકકે આકાર પામે છે તો અમુક નરનો માળો પ્રથમ તબક્કે જ માદા સુગરી રીજેક્ટ કરે એટલે નાશ પામે છે પ્રથમ તબક્કે વર્ષાઋતુ ની સીઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાળા વૃક્ષ ની ડાળીનો છેડો પસંદ કરે છે ત્યારબાદ ઘાસની પતિઓ ભેગી કરીને એન્જિનિયર પગ અને ચાંચ વડે ગુંથી ને માળા ને ગૂંથી ગોળ પ્રકારનો આકાર આપે છે સુગરી માદા સુગરી નરને નહી પણ તેના બનાવેલા માળા ને પસંદ કરે છે અને એમ અનુક્રમે તે માળા બનાવનાર નર સુગરી સાથે સંવનન કરે છે મે થી સપ્ટેમ્બર મહિના સુધી નો સમય આ પક્ષીના પ્રજનનકાળ માટે ઉતમ ગણાય છે ગરમીની ઋતુમાં તેમના બચ્ચાંઓ ભીની માટી વાળા માળામાં ઠંડકમાં ઉછેર પામે છે.