રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
કોરોના જેવી વૈશ્વિક મહામારી ના કારણે ઘણા લોકો ના મૃત્યુ થયા છે અને ઘણા સાજા પણ થયા છે માટે આ મહામારી થી બચવા અને સ્વયં ને સુરક્ષિત રાખવા માટે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન દ્વાર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વેરાવળ નગર અને ગીર સોમનાથ જિલ્લા આર્યુવેદ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આર્યુવેદીક ઉકાળા વિતરણ નો કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં આર્ય સમાજ કોમ્યુનિટી હોલ ,ટાવર ચોક ,રેયોન કંપની ગેટ સામે,ભીડીયા કેવટ ભુવન ,પ્રભાસપાટણ (પોલીસ ચોકી પાસે)આ રીતે કુલ 6 સ્થાન પર સતત ત્રણ દિવસ સવારે 6 વાગ્યા થી 7:30 સુધી તથા સાંજે 5:30 વાગ્યા થી 7:30 વાગ્યે એમ બંને વખત લોકો માટે ઉકાળા નું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા ના આયુર્વેદ અધિકારી ડૉ. શ્રી વિજયભાઈ ગોહિલ, યુવા બોર્ડ જિલ્લા સહ વાલી શ્રી સંજયભાઈ ડોડીયા,જિલ્લા સંયોજક પાર્થભાઈ જેઠવા,વેરાવળ નગર પાલિકા પ્રમુખ શ્રી મંજુલાબેન સૂયાણી,વેરાવળ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા,જયેશભાઇ પંડયા ,ભીડીયા કાઉન્સિલર પરેશભાઈ કોટિયા અને મુકેશભાઈ ડાલકી, પ્રભાસપાટણ કાઉન્સિલર રાજુભાઇ ગઢિયા,વૉર્ડ નંબર 1 ના કાઉન્સિલર રમેશભાઈ ભટ્ટ આયુર્વેદ મેડિકલ ઓફિસર ડૉ.નીલમબેન વાળા,હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડો.જ્યોતિબેન જમતાની,સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના નગર સંયોજક કૌશલભાઈ વાઘેલા તથા કિશનભાઈ પરમાર ,તાલુકા સંયોજક મિતેનભાઈ ગજ્જર અને મુકેશભાઈ વાજા અને અન્ય સેવાભાવી માણસો ની ઉપસ્થિત અને સહયોગ થી આ કાર્યક્રમ સફળ રહ્યો છે.કોરોના ની મહામારી સામે આ કાર્યક્રમ દ્વારા લોકો માં રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી વધે આ કારણો સર આ સેવાવ્રત કાર્યક્રમ નું આયોજન થયેલું હતુ.આ રીતે ગ્રામ્યમાં હોમીઓપેથીક દવાનું વિતરણ થશે.